Western Times News

Gujarati News

રામ મંદીરની ટોચ પર 21 ફુટનું ધ્વજારોહણ કરાવશે PM મોદી અયોધ્યામાં

File Photo

(એજન્સી)અયોધ્યા, રામ મંદીર નિર્માણ સમીતીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છેકે રામ મંદીર માત્ર રાષ્ટ્રીય મંદીર જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદીર પણ હોવું જોઈએ. પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર દરેક વર્ગ અને દરેક વિચારધારાના લોકો આને સ્વીકારે અને જયારે આ સ્વપ્ન સાકાર થતું જોવા મળશે. ત્યારે તે સંતોષ લાવે છે.

રપ નવેમ્બર અયોધ્યા માટે એક ઐતિહાસિક દિવસ હશે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોચશે અને રામ મંદીરની ટોચ પર ર૧ ફુટનું ધ્વજારોહણ કરાવશે. આ દિવસ ઐતિહ)સિક પણ રહેશે. કારણ કે રામ મંદીર બાંધકામ પુર્ણ થવાની જાહેરાત કરવામાં આવશે.

રામ મંદીર ધ્વજ ફરકાવવાની સાથે પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વને રામ મંદીર બાંધકામ પુર્ણ થવાનો સંદેશ મોકલશે. શ્રી રામ જન્મભુમી તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચેપતરાયને ધ્વજનો સાકાર રંગ અને પ્રતીક નકકીક રવાની જવાબદારી સોપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએપ ઓગષ્ટ ર૦ર૦ના રોજ રામ મંદીરને શિલાન્યાસ કર્યો હતો. રર જાન્યુઆરી, ર૦ર૪માં રોજ ભવ્ય મહેલમાં રામ લલ્લાનો રાજયાભિષેક થયો હતો. પ્રધાનમંત્રી મુખ્ય યજવમાન હતા.

રામ લલ્લાની મુર્તિનો અભીષેક તેમના દ્વારા કરવામાં આવ્યોહતો. ધ્વજવંદન રામ વિવાહ પંચમીની શુભ તીથીએ થશે. ધ્વજવંદન દ્વારામંદીરના બાંધકામ પુર્ણ થવાનોસંદેશ વિશવને આપવામાં આવશે. પાંચ દીવસની આ વિધી ર૧ નવેમ્બરથી રપનવેમ્બર સુધી ચાલશે.અયોધ્યા અને કાશીના વિદ્વાને વૈદિક આચાર્યોની હાજરીમાં આ વિધી કરશે તેવું ટ્રસ્ટના વડાએ કહયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.