Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર મોટો આતંકી હુમલો

નવી દિલ્હી, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન ખાતે પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના એક મોટા આત્મઘાતી હુમલાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

આ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા, પરંતુ સાથે જ ત્રણ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત સંગઠન ટીટીપીના આતંકવાદીઓએ પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં ઘૂસીને મોટો હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો.

જોકે, પોલીસે જવાબી કાર્યવાહી કરીને આ હુમલાના પ્રયાસને સફળ થવા દીધો ન હતો અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ડેરા ઇસ્માઇલ ખાનના ડીપીઓના નેતૃત્વમાં પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં ટીટીપીના હુમલાઓ સતત વધતા જઈ રહ્યા છે.

બીજી તરફ, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં આવેલી કડવાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.અન્ય એક ઘટનામાં શુક્રવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચનાબ નગરમાં અહમદી સમુદાયની બેત-ઉલ-મહદી મસ્જિદ પર જુમ્માની નમાઝ પછી આતંકી હુમલો થયો હતો.

આ હુમલામાં મસ્જિદના અનેક સ્વયંસેવકો ઘાયલ થયા હતા અને એક હુમલાખોર માર્યાે ગયો હતો. આ ઘટના પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર વધી રહેલા લક્ષિત હુમલાઓનું તાજેતરનું ઉદાહરણ છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે સમુદાયે સરકાર પાસે દોષિતોની ઝડપી ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.