હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડતાં મુસાફરોના શ્વાસ અધ્ધર થયાં

ચેન્નઈ, ભારતમાં અમદાવાદ એર ઈન્ડિયા અકસ્માત બાદ હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાને લઈને ચર્ચા તેજ થઈ છે. કારણ કે, દર થોડા દિવસે ખબરો સામે આવે છે કે, ક્યાંક કોઈ કંપનીના વિમાનમાં મુસાફરી દરમિયાન ગડબડ સામે આવી છે.
જેની કિંમત મુસાફરોએ ચુકવવી પડે છે. શુક્રવારે પણ આવું જ કંઇક જોવા મળ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઇટ ૬ઈ-૭૨૫૩માં ઉડાન દરમિયાન કાકપિટ એટલે ળન્ટ ગ્લાસમાં તિરાડ પડી હતી. ત્યારે ફ્લાઇટમાં કુલ ૭૬ મુસાફરો સવાર હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ૭૬ મુસાફરોની સાથે રાત્રે ૧૧ઃ૧૨ વાગ્યે લેન્ડિંગના સમયે પાયલોટને જાણ થઈ કે, વિમાનનો ગ્લાસ તૂટેલો છે.
ત્યારબાદ પાયલોટે એટીસીને આ વિશે જાણકારી આપી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા અને વિમાનને નંબર ૯૫માં મોકલવામાં આવ્યા. હવે કાચ બદલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જોકે, અહીં સવાલ એ થઈ રહ્યો છે કે, પહેલાની તપાસમાં આવી મોટી ચૂક કેવી રીતે થઈ? કે પછી અત્યાધુનિક વિમાનોની ગુણવત્તા જ એ છે કે, હવામાં ઉડતા સમયે તેના પાટ્ર્સ તૂટવા લાગે છે. શું આપણી એરલાઇન્સ મુસાફરોની સુરક્ષાને ગંભીરતા લે છે કે બધું ‘ચાલ્યા કરે’ એવી માનસિકતાનું પરિણામ છે. મુસાફરોને તો ખબર પણ નહીં હોય કે, તેઓ ‘ફાલ્ટી’ વિમાનમાં બેસીને ઉડી રહ્યા હતા.
એરલાઇન કંપનીઓ હંમેશા કહે છે કે, મુસાફરોની સુરક્ષા તેમની પહેલી પ્રાથમિકતા છે. પરંતુ, હકીકતમાં તેઓ ફક્ત ટિકિટ વેચવા અને વધુમાં વધુ ઉડાન ભરવામાં વ્યસ્ત રહે છે.SS1MS