પૂણે સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપનીએ ભુગાંવમાં 1400 કરોડની કિંમતનો પ્રોજે્કટ લોન્ચ કર્યો
        પ્રતિકાત્મક
કોલ્ટે-પાટિલે પૂણેના ભુગાંવમાં 7.5 એકર જમીન સંપાદિત કરી -પ્રોજેક્ટની અંદાજિત જીડીવી રૂ. 1,400 કરોડ છે
પૂણે, મુંબઈ અને બેંગાલુરુમાં વૈવિધ્યપૂર્ણ હાજરી ધરાવતી પૂણે સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ કંપની કોલ્ટે-પાટિલ ડેવલપર્સ લિમિટેડ જાહેરાત કરી છે કે કંપનીએ પૂણેના ભુગાંવામાં 7.5 એકર જમીનનું સંપાદન કર્યું છે જેમાં કુલ વેચાણપાત્ર જમીન અંદાજે 1.9 મિલિયન ચોરસ ફૂટ છે અને તેની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (જીડીવી) રૂ. 1,400 કરોડ છે.
પૂણેમાં ભુગાંવ રહેઠાણ માટેના ઇચ્છનીય સ્થળ તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે જે કુદરતી વાતાવરણ અને શહેર સાથેની શ્રેષ્ઠ કનેક્ટિવિટી ધરાવે છે. આ જમીન બાવધાન અને કોથરુડ જેવા પ્રીમિયમ સ્થળોથી ઘેરાયેલી છે જે મુંબઈ-પૂણે એક્સપ્રેસ વેની પાસે છે અને શિવાજી નગર રેલ્વે સ્ટેશનની નજીક છે.
આ ઉપરાંત રોજગારી માટેના મુખ્ય કેન્દ્રો તેની આસપાસમાં છે જે તેને ઘર ખરીદનારાઓ માટે આકર્ષક પસંદગી બનાવે છે. આ પ્રોજેક્ટ સ્કૂલ, હોસ્પિટલ, શોપિંગ મૉલ અને મનોરંજનના સ્થળો જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નજીક આવેલો છે જે માઇક્રો-માર્કેટની આકર્ષકતામાં ઉમેરો કરે છે.
આ પ્રોજેક્ટ અંગે કોલ્ટે-પાટિલ ડેવલપર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેશ પાટિલે જણાવ્યું હતું કે ભુગાંવમાં આ વ્યૂહાત્મક રીતે આવેલી જમીનનું સંપૂર્ણ સંપાદન કરીને ઊંચી સંભાવનાઓ ધરાવતા નવા માઇક્રો-માર્કેટમાં પ્રવેશ કરીને અમે પુણેમાં અમારી હાજરી મજબૂત બનાવી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને વપરાશકર્તાઓના વધેલા રસના પગલે માંગમાં વધારો થતાં ભુગાંવમાં અમારી હાજરી સુનિયોજિત, મૂલ્ય-આધારિત ડેવલપમેન્ટ પૂરું પાડવાની અમારી વ્યૂહરચના સાથે સુસંગત છે. વિકસતી જીવનશૈલીની અમારી ઊંડી સમજ અને ત્રણ દાયકાથી વધુના વારસા દ્વારા સમર્થિત આ ઉમેરો જીવનની ગુણવત્તા સુધારવા માટે વિચારશીલ સમુદાયો ઊભા કરવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
