મિઆ બાય તનિષ્કે અમદાવાદમાં પહેલો ફ્લેગશિપ સ્ટોર લોન્ચ કર્યો

અમદાવાદ, ભારતની સૌથી ટ્રેન્ડ-ફોરવર્ડ ફાઇન જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક મિઆ બાય તનિષ્ક અમદાવાદમાં તેના પહેલા ફ્લેગશિપ સ્ટોરના ભવ્ય પ્રારંભની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. શોપ નંબર 3, શિલ્પ સત્યવેદ, સિંધુ ભવન માર્ગ, સિંધુ ભવન કમ્યૂનિટી હૉલ નજીક, પીઆરએલ કોલોની, બોડકદેવ, અમદાવાદ, ગુજરાત – 380054 ખાતે આવેલો આ સ્ટોર મિઆનું શહેરમાં આઠમું તથા રાજ્યમાં 14મું આઉટલેટ છે.
આ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાંજે પાંચ વાગે યોજાશે જેમાં મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ સુશ્રી શ્યામલા રામનન અને મિઆ બાય તનિષ્કના હેડ ઓફ રિટેલ શ્રી સંજય ભટ્ટાચાર્યજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગની ઉજવણી માટે મિઆ વિશાળ પસંદગીની જ્વેલરી પર મર્યાદિત સમય માટે મેકિંગ ચાર્જીસ* પર 100 ટકા સુધીની છૂટની એક્સક્લુઝિવ લોન્ચ ઓફર આપી રહી છે જે આ લોન્ચને કેવળ રિટેલ વિસ્તરણ જ નહીં પરંતુ શહેરના આભૂષણપ્રેમીઓ માટે ઉજવણીની ક્ષણ પણ બનાવે છે.MIA BY TANISHQ SHINES BRIGHT WITH THE LAUNCH OF ITS FIRST FLAGSHIP STORE IN AHMEDABAD
1,250 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો આ નવો ફ્લેગશિપ સ્ટોર મિઆની વાઇબ્રન્ટ પર્સનાલિટીને સમકાલિન પ્રતિબિંબ પાડે છે. હૂંફાળા અને આકર્ષક ખરીદી અનુભવ સર્જવા માટે બનાવાયેલો આ સ્ટોર આધુનિક સુંદરતા સાથે બ્રાન્ડની અદ્વિતીય ડિઝાઇન માન્યતાને ભેળવે છે.
આ સ્ટોર મિઆની લાઇટવેઇટ 14 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીનું આકર્ષક કલેક્શન રજૂ કરે છે જે ખાસ આધુનિક અને આત્મવિશ્વાસુ મહિલાઓ માટે બનાવવામાં આવ્યું છે. સર્ટિફાઇડ નેચરલ ડાયમંડ્સ રજૂ કરતા આ આભૂષણો રોજબરોજના આરામની સાથે અનેરા આકર્ષણને ભેળવે છે જે ઓફિસ વેરથી માંડીને તહેવારોની ઉજવણી અને યાદગીરી તરીકે રાખવા માટે એકદમ પરફેક્ટ છે.
આ સ્ટોરમાં મિઆ બાય તનિષ્કનું ફેસ્ટિવ Manifest કલેક્શન જોવા મળશે જે આધ્યાત્મિકતા અને યુવાન, આધુનિક ભારતની વિપુલતાની વ્યક્તિગત અભિવ્યક્તિથી પ્રેરણા લે છે. Manifest સાથે, મિયા મહેલના કમાન, પૈસલે અને સોના તથા નેચરલ ડાયમંડ્સમાં કમળના ફૂલ જેવા ક્લાસિક સ્વરૂપો તેમજ મોતી, વિવિધ રંગોના કુદરતી નીલમ અને એવેન્ટ્યુરિન ક્વાર્ટઝ જેવા આધુનિક સ્વરૂપોને રજૂ કરે છે. નાજુક ફૂલોની રચનાઓ અને વ્યક્તિગત વિકાસની ભાવનાથી પ્રેરિત, Fiora કલેક્શન સોનાના ફિલિગ્રી પેટલ્સ, લેયર્ડ ટેક્સચર અને હાથથી ઘડેલા સ્ટોનથી તૈયાર કરવામાં આવ્યું છે.
આ દરેક પીસ વસંતની હળવાશ અને નવીનીકરણને સમાવે છે. Cupid Edit 3.0 કલેક્શન તેના સૌથી આધુનિક સ્વરૂપમાં પ્રેમની ઉજવણી કરે છે, જે ભેટ આપવા માટે યોગ્ય એવી યુવા, સમકાલિન ડિઝાઇન ઓફર કરે છે. વિન્ટેજ ફ્લેર તરફ પ્રત્યે આકર્ષાતા લોકો માટે, બોલ્ડ અને દમદાર Mia Disco કલેક્શન રમૂજી વળાંક સાથે 70ના દાયકાના ગ્લેમરને પાછું લાવે છે. સ્ટોરમાં આઇકોનિક Evil Eye કલેક્શન પણ છે, જે ગ્રાહકોને દરેક મૂડ અને ક્ષણને અનુરૂપ સ્ટાઇલિશ, પ્રતીકાત્મક આભૂષણોની વિશાળ શ્રેણી ઓફર કરે છે.
સ્ટોર લોન્ચ અંગે મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ સુશ્રી શ્યામલા રામનને જણાવ્યું હતું કે “મિઆ અમદાવાદમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્ટોર ખોલતા ખુશી અનુભવે છે. આ સ્ટોર બ્રાન્ડની જીવંત અને આવકારપૂર્ણ ભાવનાને દર્શાવે છે, જે લાઇટવેઇટ, વર્સેટાઇલ જ્વેલરીની કાળજીપૂર્વક બનાવેલી રેન્જ ઓફર કરે છે. રોજબરોજની મિનિમલ જ્વેલરીથી માંડીને ગ્લેમરસ વર્કવેર તથા સ્ટેટમેન્ટ ફેસ્ટિવલ સ્ટાઇલ સુધી, આ કલેક્શન વિવિધ પ્રકારના મૂડ અને પ્રસંગોને અનુરૂપ છે. આ ડિઝાઇન કેવળ ખૂબ ગર્વથી પહેરવા માટે જ નથી પણ અર્થપૂર્ણ અને કિંમતી ભેટસોગાદ માટે પણ યોગ્ય છે જે આ દિવાળી પર શહેરના ફેશન-સભાન ગ્રાહકોને અપીલ કરશે. અમે તમને અમારા નવા સ્ટોરની મુલાકાત લેવા અને મિઆ સાથે તમારી પોતાની વાર્તા બનાવવાનું શરૂ કરવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ!”
મિઆ બાય તનિષ્કના રિટેલ હેડ શ્રી સંજય ભટ્ટાચાર્યજીએ ઉમેર્યું હતું કે “અમદાવાદમાં અમારા નવા સ્ટોરના ઉદઘાટન સાથે, અમને મિઆને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો આનંદ છે. આ લોન્ચ દરેક વ્યક્તિની અનોખી સ્ટાઇલની ઉજવણી કરવા સાથે સુંદર આભૂષણોને વધુ સુલભ અને વ્યક્તિગત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. મિઆના કલેક્શન સ્ટાઇલિશ અને બહુમુખી બંને રીતે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે આધુનિક મહિલાની બદલાતી પસંદગીને અનુરૂપ છે. અમે શહેરની દરેક વ્યક્તિને અમારા સ્ટોરની મુલાકાત લેવા અને બોલ્ડ, મિનિમલ અને અદ્વિતીય રીતે ઓરિજિનલ જ્વેલરીનો અનુભવ કરવા માટે હાર્દિક આમંત્રણ આપીએ છીએ.”