Western Times News

Gujarati News

અમદાવાદમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ નું આયોજન:  શહેરની નંબર વન સ્વચ્છતાની સુગંધ પ્રસરી

મહેમાનો એ સ્વચ્છતા ના ભરપૂર વખાણ કર્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ના મણિનગર, કાંકરિયા ખાતે આવેલા એકા કલબમાં આયોજિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સ જેવા ભવ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં દેશ-વિદેશના ફિલ્મ જગતના નામાંકિત કલાકારો, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી હસ્તીઓ, ડેલીગેશનો, તેમજ અગ્રણી નાગરિકો અને VIP મહેમાનોની હાજરી આપી હતી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરની છબીને વધુ ઉજ્જવળ બનાવવા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર વિજય મિસ્ત્રીના જણાવ્યા મુજબ શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને મહેમાનોને એક સુંદર અનુભવ મળે તે હેતુસર યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી હતી. સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ, એરપોર્ટ તરફના માર્ગો, રિવરફ્રન્ટના રસ્તાઓ તેમજ કાર્યક્રમ સ્થળની આસપાસના વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ કામગીરીમાં કુલ 5100 સફાઈ કામદારોની ટીમોને દિવસ અને રાત્રિ દરમિયાન કાર્યરત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતાની ગુણવત્તા જાળવવા માટે 36 થી વધુ રોડ સ્વિપર મશીનો દ્વારા રસ્તાઓનું સતત મિકેનાઇઝડ સ્વીપિંગ કર્યું હતું .આ સમગ્ર કામગીરીનું 100 થી વધારે વર્ગ 1 થી વર્ગ 3 ની કક્ષાનાં અધિજરીઓ દ્વારા સતત સઘન મોનીટરીંગ આ એ સુપરવિઝન કરવામાં આવ્યું હતું અને શહેરની રાઉન્ડ ઘી ક્લોક સતત સફાઈ સુનિશ્વિત કરી હતી.

રાત્રિના સમયે પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ વિસ્તારોની તાત્કાલિક ધોરણે આદર્શ સફાઈ સારું અલાયદા 2500 સફાઈ કામદારોની ટીમો અને ‘લીટર પિકિંગ’ની કામગીરી માટે ખાસ ટીમોનું આયોજન કર્યું હતું.

ફિલ્મફેર એવોર્ડ્સ નિમિત્તે અમદાવાદની મુલાકાતે આવેલા વિવિધ રાજ્યો અને દેશ-વિદેશના નાગરિકોએ શહેરના આઇકોનિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. આ મહેમાનોએ શહેરની સ્વચ્છતાના સ્તરની ખૂબ પ્રશંસા કરી હતી, જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી સફાઈ કામગીરીની સફળતા દર્શાવે છે. સ્વચ્છતા જાળવવા બદલ નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને ખૂબ જ સકારાત્મક અભિપ્રાયો આપેલ છે.

જે અમદાવાદ શહેરની ‘મારું શહેર, મારું ગૌરવ’ની ભાવનાને મૂર્તિમંત કરે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સફાઈ અંગેની સમગ્ર કામગીરી સુનિશ્ચિત કરે છે કે અમદાવાદ માત્ર આયોજનની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સ્વચ્છતાના માપદંડ પર પણ વૈશ્વિક સ્તરે ઝળકી ઉઠે અને મુલાકાતીઓ પર એક સકારાત્મક છાપ છોડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.