પત્રકારના પુસ્તક “ધે વિલ શૂટ યુ, મેડમ” પર ઈન્દીરા ગાંધીના ઓપરેશન બ્લૂ સ્ટાર અને ત્યારબાદની પરિસ્થિતિ પર ચર્ચા

File Photo
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમકહ્યું કે તે તત્કાલીન વડાપ્રધાનનો એકલાનો નિર્ણય નહોતો, પરંતુ સંયુક્ત નિર્ણય હતો
પી. ચિદમ્બરમનું નિવેદન-‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ મોટી ભૂલ હતી, ઇન્દિરા ગાંધીએ જીવ આપી ચૂકવવી પડી કિંમત
નવી દિલ્હી, કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લૂ સ્ટાર અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઓપરેશન બ્લૂ સ્ટાર એક મોટી ભૂલ હતી, જેની કિંમત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇÂન્દરા ગાંધીને તેમના જીવન સાથે ચૂકવવી પડી. પૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે હિમાચલ પ્રદેશના કસૌલીમાં ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવમાં આ નિવેદન આપ્યું હતું.
શનિવારે હિમાચલ પ્રદેશ ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવમાં એક ચર્ચા દરમિયાન, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લૂ સ્ટારને ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે ઇÂન્દરા ગાંધીએ આની કિંમત પોતાના જીવથી ચૂકવી.
તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય તત્કાલીન વડા પ્રધાનનો એકલાનો નિર્ણય નહોતો, પરંતુ સંયુક્ત નિર્ણયનું પરિણામ હતો. તેમણે પંજાબમાં ખાલિસ્તાનની માંગણીના અંત વિશે પણ વાત કરી.
ચિદમ્બરમ હિમાચલ પ્રદેશના કસૌલીમાં ખુશવંત સિંહ સાહિત્ય મહોત્સવમાં પત્રકાર હરિન્દર બાવેજાના પુસ્તક “ધે વિલ શૂટ યુ, મેડમ” પર ઓપરેશન બ્લૂ સ્ટાર અને ત્યારબાદની પરિસ્થિતિ વિશે ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા.
તેમણે ચર્ચા દરમિયાન આ નિવેદન આપ્યું હતું. પી. ચિદમ્બરમે કહ્યું કે ઓપરેશન બ્લૂ સ્ટાર કરવાનો નિર્ણય ઇÂન્દરા ગાંધીનો એકલાનો નહોતો. તેમાં સેના, પોલીસ, ગુપ્તચર અને સિવિલ સર્વિસ સહિત દરેકનો સમાવેશ થતો હતો. આ નિર્ણય લીધા પછી જ, પરંતુ ઇÂન્દરા ગાંધીને તેના માટે દોષી ઠેરવવામાં આવી રહ્યા છે, જે ખોટું છે.
તેમણે કહ્યું, “હું કોઈપણ લશ્કરી અધિકારીનો અનાદર નથી કરી રહ્યો, પરંતુ તે (બ્લૂ સ્ટાર) સુવર્ણ મંદિરને ફરીથી મેળવવાનો ખોટો રસ્તો હતો.” થોડા વર્ષો પછી, અમે સેનાને બહાર રાખીને સુવર્ણ મંદિર પર કબજો મેળવવાનો સાચો રસ્તો બતાવ્યો.
પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે આજે પંજાબમાં ખાલિસ્તાનની માંગ સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. આ માંગ અને નારા લગભગ શાંત થઈ ગયા છે. જોકે, અહીં વાસ્તવિક સમસ્યા આર્થિક પરિસ્થિતિની છે, કારણ કે મોટાભાગના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પંજાબના છે. લોકો પંજાબ છોડીને વિદેશમાં રહી રહ્યા છે. પી. ચિદમ્બરમ ઘણીવાર તેમના નિવેદનો માટે સમાચારમાં રહે છે. ક્્યારેક તેમના નિવેદનોની ભાજપ તરફથી ટીકા થઈ છે, તો ક્્યારેક તેમના નિવેદનોથી પાર્ટીનો વિરોધ થયો છે.