અફઘાન વિદેશ મંત્રીએ ભારતના વિદેશમંત્રીને વાઘા બોર્ડર ખોલવાની અપીલ કેમ કરી?

મહિલા પત્રકારોની હાજરીમાં અફઘાની વિદેશ મંત્રી મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સ-મેં ભારતના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને અર્થતંત્ર, વ્યાપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરીઃ મુત્તાકી
નવી દિલ્હી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ રવિવારે નવી દિલ્હીમાં વધુ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, મેં ભારતના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને અર્થતંત્ર, વ્યાપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.
અમે ચાબહાર બંદરગાહ પર ચર્ચા કરી અને વાઘા બોર્ડર ખોલવાની અપીલ પણ કરી. મુત્તાકીની આ વખતની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને વિશેષ રીતે આમંત્રિત કરાયા હતા. આ પહેલા શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં તેમણે મહિલા પત્રકારોને સામેલ ન કરવા પર ટીકાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ આ પગલું ઉઠાવાયું છે.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ મીડિતાને સંબોધિત કરતા કહ્યું કે, મેં ભારતના વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને અર્થતંત્ર, વ્યાપાર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રીએ કાબુલમાં પોતાના મિશનને એમ્બેસી લેવલ સુધી અપગ્રેડ કરવાની જાહેરાત કરી અને કાબુલના રાજદૂત નવી દિલ્હી પહોંચશે.
તેમણે કહ્યું કે, બેઠક દરમિયાન ભારતીય વિદેશ મંત્રીએ કાબુલ અને દિલ્હી વચ્ચે ફ્લાઈટ્સ વધારવાની જાહેરાત કરાઈ. વ્યાપાર અને અર્થવ્યવ્સથા પર પણ એક કરાર થયો… અમે ભારતીય પક્ષને રોકાણ માટે આમંત્રિત કર્યા, વિશેષ કરીને ખનીજો, કૃષિ અને રમતમાં. અમે ચાબહાર બંદરગાહ પર પણ ચર્ચા કરી. અમે વાઘા બોર્ડર ખોલવાની પણ અપીલ કરી, કારણ કે આ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સૌથી ઝડપી અને સરળ વ્યાપાર માર્ગ છે.
જ્યારે તેમને બે દિવસ પહેલા પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રિત ન કરવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, પ્રેસ કોન્ફરન્સ અંગે ખૂબ શોર્ટ નોટિસ પર હતી અને પત્રકારોની એક નાની યાદી તૈયાર કરાઈ હતી. અને જે ભાગીદારી યાદી રજૂ કરાઈ હતી તે ખૂબ વિશેષ હતી. આ એક ટેકનિકલ મુદ્દો હતો.
અમારા સહયોગીઓએ પત્રકારોની એક વિશેષ યાદીને નિમંત્રણ મોકલવાનો નિર્ણય લીધો હતો અને આ સિવાય અન્ય કોઈ ઈરાદો ન હતો.૧૦ ઓક્ટોબરના રોજ અગાઉની પ્રેસ કોન્ફરન્સના ફોટોગ્રાફ્સમાં ફક્ત પુરુષ પત્રકારો જ તાલિબાન નેતાને સંબોધતા દેખાતા હતા.
ઇન્ડિયન વિમેન્સ પ્રેસ કોર્પ્સ (ૈંઉઁઝ્ર) અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ મહિલા પત્રકારોને બાકાત રાખવાને ખૂબ જ ભેદભાવપૂર્ણ ગણાવ્યું હતું, જેમાં વિયેના કન્વેન્શન હેઠળ રાજદ્વારી વિશેષાધિકારો માટે કોઈ વાજબીપણું નથી. વધતી ટીકા વચ્ચે અફઘાન વિદેશ મંત્રીની ટીમે રવિવારની પ્રેસ કોન્ફરન્સ માટે નવા આમંત્રણો જારી કર્યા.
તાલિબાન નેતા મુત્તાકી ગુરુવારે નવી દિલ્હી પહોંચ્યા. ૨૦૨૧ માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. તેમની આ મુલાકાત મહિલા અધિકારો, શિક્ષણ અને જાહેર ભાગીદારીને પ્રતિબંધિત કરતી તેમની નીતિઓની સતત ટીકા છતાં પ્રાદેશિક દેશો સાથે ફરીથી જોડાવાના પ્રયાસો વચ્ચે થઈ છે.