NH48 પર બે અલગ અલગ સ્થળોએથી કુલ રૂ. ૭.૧૮ લાખનો દારૂ પકડાયો

નવસારી, નવસારી જિલ્લામાંથી ગેરકાયદે થતી દારૂની હેરફેર અને વેચાણને અટકાવવા જિલ્લા પોલીસની એલસીબી (LCB) ટીમ વોચ-તપાસ અને વર્કઆઉટમાં હતી. આ ટીમમાં પીઆઈ ગોહિલ, પીઆઈ આહીર, પીઆઈ રાઠોડ, પીએસઆઈ ગઢવી, પીએસઆઈ ગામીત અને તેમની ટીમનો સમાવેશ થતો હતો.
તે દરમ્યાન મળેલી બાતમીને આધારે આ ટીમે ને.હા.૪૮ પર બે અલગ અલગ સ્થળોએથી કુલ ૭.૧૮ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
કાર્યવાહીના પ્રથમ બનાવમાં, ટીમના હેકો. મહેન્દ્રસિંહ અને પોકો. જયેશભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા બોલેરો પીકઅપ (જેનો સાચો રજી.નં. એમએચ-૪૮-સીક્યુ-૦૯૬૩) માં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે.
આ બાતમીને આધારે એલસીબીની ટીમે ને.હા.૪૮ પર બોરીયાચ ટોલનાકા નજીક નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. બાતમી મુજબની પીકઅપ ટ્રક આવતા, પોલીસે તેને અટકાવી તપાસ કરી.
જપ્ત કરાયેલો મુદ્દામાલ: પીકઅપમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કી તથા ટીન બિયર મળી કુલ ૨૧૬૦ નંગ જેની કુલ કિંમત રૂ. ૪,૫૯,૬૦૦/- હતી. રૂ. પાંચ લાખની મહિન્દ્રા બોલેરો પીકઅપ. પીકઅપના ચાલક મૂળ મહારાષ્ટ્રના અને હાલ વાપીના કોચરવા ખાતે રહેતા ૩૯ વર્ષીય જાવેદ અબ્દુલ નબી શેખ પાસેથી મળેલ રૂ. પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન. કુલ રૂ. ૯,૬૪,૬૦૦/- ની કિંમતનો મુદામાલ કબજે લેવામાં આવ્યો.
જિલ્લામાંથી થતી દારૂની ગેરકાયદે હેરફેર અને વેચાણની પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે, એલસીબીની ટીમ ને.હા.૪૮ પર ચીખલી વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ટીમના હેકો. નયનકુમાર અને હેકો. દિગ્વિજયસિંહને સંયુક્તપણે બાતમી મળી હતી કે, ને.હા.૪૮ના અમદાવાદ ટ્રેક પર થઇ એક વેગન આર કાર નં. એમએચ-૦૨-એફએક્સ-૬૩૪૬ માં દારૂનો જથ્થો સેલવાસથી સુરત તરફ લઈ જવાઈ રહયો છે.
આ બાતમીને આધારે એલસીબીની ટીમે ચીખલી ઓવરબ્રીજના ઉત્તર છેડે નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરી.
જપ્ત કરાયેલો મુદ્દામાલ: કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કી, વોડકા ની બોટલો તથા ટીન બીયર મળી કુલ ૮૮૮ નંગ જેની કુલ કિંમત રૂ. ૨,૫૮,૭૨૦/- હતી. રૂ. બે લાખની કાર. કારચાલક મૂળ મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય દિપેશ અનંત નિવૃત્તિ (મરાઠી) પાસેથી મળી આવેલ રૂ. બે હજારની કિંમતનો એક મોબાઈલ ફોન.કુલ રૂ. ૪,૬૦,૭૨૦/- ની કિંમતનો મુદામાલ કબજે લેવામાં આવ્યો.
ધરપકડ અને વોન્ટેડ આરોપીઓ: કારચાલક દિપેશ નિવૃત્તિ (મરાઠી) ની અટકાયત કરવામાં આવી. વોન્ટેડ જાહેર થયેલા બુટલેગરો: દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર સુરતનો રાજ પાંડવ , સેલવાસથી દારૂ ભરેલ કાર ને.હા.૪૮ પર વાપી સુધી આપી જનાર અજાણ્યો ઇસમ તેમજ વેગન આર કારના માલિક. પકડાયેલ તથા વોન્ટેડ તમામ આરોપીઓ વિરૂધ્ધ ચીખલી પોલીસ મથકમાં પ્રોહી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવ્યો હતો.