Western Times News

Gujarati News

હમાસની કેદમાંથી ૨ વર્ષ બાદ છૂટ્યાં ઇઝરાયેલી

(એજન્સી)ગાઝા, ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ બંધકોની મુક્તિ શરૂ થઈ ગઈ છે. હમાસે સાત બંધકોને રેડ ક્રોસને સોંપ્યા છે. રેડ ક્રોસ ટીમ તેમને ઇઝરાયલ લઈ જશે. બંધકોના પરિવારો સહિત હજારો લોકો અહીં રાહ જોઈ રહ્યા છે.

બંધકોની મુક્તિની જાહેરાત થતાં જ ઇઝરાયલમાં ઉજવણી શરૂ થઈ ગઈ. ઇઝરાયલી સેનાએ Âટ્‌વટર પર પોસ્ટ કર્યું કે, હમાસે ઉત્તરી ગાઝામાં બંધકોને રેડ ક્રોસ ટીમને સોંપ્યા છે. હમાસે જણાવ્યું હતું કે ઇઝરાયલમાં બંધકોને રાખવામાં આવેલા ૧,૯૦૦ થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ૨૦ જીવંત બંધકોને મુક્ત કરવામાં આવશે.

અહેવાલો અનુસાર, ગાઝા પટ્ટીના ઉત્તરીય ભાગમાં સ્થિત ગાઝા શહેરમાં સાત બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. જીવંત બંધકોની મુક્તિનો બીજો તબક્કો દક્ષિણ ગાઝામાં સવારે ૧૦ વાગ્યે (સ્થાનિક સમય) થશે. હમાસની લશ્કરી શાખાએ જણાવ્યું છે કે તે ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ અને બંધક-કેદી કરાર માટે પ્રતિબદ્ધ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ તેના મોટાભાગના બંધકોને જીવતા પરત કરી શક્્યું હોત, પરંતુ તેની નીતિઓના પરિણામે ઘણા લોકોના મોત થયા હતા. ઇઝરાયલી ટેલિવિઝન ચેનલોએ જાહેરાત કરી કે, બંધકો હમાસની કેદમાંથી મુક્ત થઇ રહ્યાં છે અને રેડ ક્રોસના હાથમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.