Western Times News

Gujarati News

બોટ્‌સ એકાઉન્ટ એટલે શું? મસ્કે કેમ X પરથી 1.70 મિલિયન એકાઉન્ટ ડિલીટ કર્યા

મસ્કે શરૂ કર્યું સાફ-સફાઈ અભિયાન: X પરથી કાઢ્યા ૧.૭ મિલિયન બોટ્‌સ એકાઉન્ટ

ઈસ્લામાબાદ,  પહેલા ટ્‌વીટર તરીકે ઓળખાતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈલોન મસ્કે ખરીદ્યા બાદ એનું નામ એક્સ કરવામાં આવ્યું છે. ઈલોન મસ્ક દ્વારા સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એના પરથી ૧.૭ મિલિયન બોટ્‌સ એકાઉન્ટ કાઢવામાં આવ્યા છે.

એક્સમાં હેડ ઓફ પ્રોડક્ટ તરીકે કામ કરતી નિકિતા બાયર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર યુઝર્સને સારો અનુભવ રહે એ માટે આ સાફ-સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નિકિતાએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બોટ્‌સનું પ્રમાણ વધી ગયું હતું. આ વિશે નિકિતા કહે છે, “રિપ્લાય સ્પેમ સાથે સંકળાયેલા ૧.૭ મિલિયન બોટ્‌સ એકાઉન્ટને આ અઠવાડિયે અમે કાઢી નાખ્યા છે. આગામી દિવસોમાં યુઝર્સને અમારી સર્વિસમાં સુધારો જોવા મળશે.”

સ્પેમને કન્ટ્રોલ કરવા માટે એક્સ દ્વારા આ બોટ્‌સને કાઢવામાં આવ્યા છે. આથી યુઝર્સ વધુ સારી રીતે એકમેકની સાથે કનેક્ટ થઈ શકે. રિપ્લાયના સેક્શનમાંથી બોટ્‌સને કાઢ્યા બાદ કંપની હવે ડાયરેક્ટ મેસેજમાંથી બોટ્‌સ કાઢવાની તૈયારી કરશે.

બોટ્‌સ માટે રિપ્લાય બાદ ડાયરેક્ટ મેસેજ હોટસ્પોટ રહ્યું છે. ઘણાં યુઝર્સ પર ઘણીવાર ન જોઈતા મેસેજ આવે છે. આ મેસેજને અટકાવવા માટે હવે એક નવા કેમ્પેઈનની તૈયારી કરવામાં આવી રહી છે. કંપની હવે લિંક શેર કરવા માટેના નવા ફીચર્સને લાવી રહી છે. યુઝર્સની સિક્્યોરિટીને વધારવા માટે છૈં આધારિત મોડરેશન ટૂલ પણ લાવવામાં આવશે.

આ માટે એના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. એક્સને વધુ સિક્્યોર અને યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે ઈલોન મસ્ક તેનાથી બનતાં તમામ પ્રયત્ન કરી રહ્યા છે. આથી જ રિપ્લાયમાંથી બોટ્‌સને કાઢવામાં આવ્યા એ અત્યાર સુધીનું સૌથી મોટું સાફ-સફાઈ અભિયાન હતું.

૧.૭ મિલિયન બોટ્‌સ કાઢવામાં આવતાં યુઝર્સ હવે તેમની વાતચીતમાં ખૂબ જ સારા જવાબ જોઈ શકશે. કંપનીએ અત્યાર સુધીમાં આ બોટ્‌સ કેવી રીતે ઓળખ્યા અને કાઢ્યા એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી. જોકે આ માટે તેમણે ઓટોમેશન અને બિહેવિયર એનાલિસિસ ટૂલનો ઉપયોગ કર્યો છે.

નિકિતાના જણાવ્યા અનુસાર એક્સ પર હવે લિંક શેર કરવા માટે નવા ફીચર પર આગામી અઠવાડિયે કામ કરવામાં આવશે. આ અપડેટ બાદ દરેક કન્ટેન્ટને ટાઈમલાઈન પર એક સરખો દેખાવાનો ટાઈમ મળે એની ખાતરી આપવામાં આવશે. ઈલોન મસ્ક દ્વારા આ વિશે આડકતરી રીતે જાણકારી આપવામાં આવી હતી. નિકિતાએ એ પણ જણાવ્યું કે એન્ડ્રોઇડ પર એક્સને ડાઉનલોડ કરવાની સંખ્યામાં વધારો થયો છે અને એ અત્યાર સુધીનું એક્સનું સૌથી બેસ્ટ અઠવાડિયું રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.