Western Times News

Gujarati News

કેનાલ ઓવરફલો થતાં ખેતરોમાં અવરજવર માટેના રસ્તાનું ધોવાણ

અરોડા સિમાડામાંથી પસાર થતી ઘરોઈ ડાબા કાંઠા વિસ્તાર કેનાલના પાણીનો વેડફાટ

(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાના અરોડા ગામના ખેડૂતમિત્રો છેલ્લા ઘણા સમયથી ગામ નજીક પસાર થતી કેનાલના ઓવરફલો થતાં પાણીના વેડફાટથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ પાણીથી ખેતરોમા જવાના કાચા નાડિયા વાળા રસ્તામાં પાણી ભરાઇ જતાં અવરજવર અને ખેતઓજારો લઈ જવામાં પારાવાર મુશ્કેલીઓ ઉભી થવા પામે છે.

ખેડૂતો ધ્વારા અવારનવાર પૈસા ખર્ચ કરીને રસ્તો તૈયાર કરવામાં આવે છે પણ ફરીથી તેમની મહેનત ઉપર અધિકારીઓની આળસના કારણે પાણી ફરી વળે છે. નાયબ કાર્યપાલ ઇજનેર ઘરોઈ સિંચાઈ પેટાવિભાગ ઇડર ખાતે અધિકારીઓને લેખિત તેમજ રૂબરુ મુલાકાત કરી સ્થળ ઉપરની પરિસ્થિતિ જણાવી

પણ આંખ આડાં કાન કરવા જેવી પરિસ્થિતિ સજાવા પામી છે. હવે આગળના સમયે રવિ સિઝનમાં પાકનું વાવેતર કરવાનો સમય આવતો હોવાથી સત્વરે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તંત્ર સમક્ષ ખેડૂતોએ પોક ઉઠાવી છે.

અરોડાના પટેલ ચંદ્રકાંત કે. ના જણાવ્યાં અનુસાર આ સમસ્યા માથાનો દુખાવો બની ગયેલ છે. અરોડા ગ્રામ પંચાયત દ્વારા તંત્રમાં લેખિતમાં જાણ કરેલ છે તેમજ ઇડર ધારાસભ્ય રમણલાલ અને સિંચાઇ વિભાગમાં રજુઆત કરેલ છે પણ કોણ જાણે આ અધિકારીઓ ધોર નિંદ્રામાં હોય તેમ આ ખેડૂતોની મુશ્કેલી સમજવા રાજી નથી.

પંદરેક ટ્રેક્ટર ઇંટોના ટુકડા અને સિમેન્ટ તળિયાના ટુકડાંઓ નાખી રસ્તો તૈયાર કરેલ પણ ફરથી પાણી આવતાં પરિસ્થિતિ જૈસે થી જોવા મળી રહી છે અને પાણીનો ખોટો વેડફાટ થઈરહ્યો છે.ૃ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.