પોરબંદરના આ તાલુકામાં સરપંચ TDOને કૌભાંડમાં બચાવી રહ્યા છે?

પ્રતિકાત્મક
મિશન માતૃભૂમિ દ્વારા થયેલી ફરિયાદમાં ટીડીઓ સરપંચનો બચાવ કરતા હોવાનો આક્ષેપ-રાણા બોરડીના કથિત કૌભાંડમાં TDO વિરૂદ્ધ ઉચ્ચકક્ષાએ ફરિયાદ
પોરબંદર, પોરબંદર નજીકના રાણા બોરડી ગામે સરકારી યોજનામાં થયેલા કથિત કૌભાંડની ફરિયાદમાં તપાસ કરનાર ટીડીઓ બેદરકારી દાખવી સરપંચને બચાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ફરિયાદી મિશન માતૃભૂમિ દ્વારા કેન્દ્ર સરકારને ફરિયાદ થઈ છે.
મિશન માતૃભૂમિ દ્વારા થયેલ ફરિયાદમાં આક્ષેપ સાથે માંગ કરવામાં અવા છે રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામમાં ભ્રષ્ટાચાર મામલાને સરપંચની સાથે જ અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરીને અને સરકારી યોજનાઓ અને અન્ય કામોને સરકારી યોજનાઓ તરીકે ગેરકાયદેસર રીતે રજૂ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ તપાસમાં મિશન માતૃભૂમિ ટીમ વતી ફરિયાદીઓએ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક લેખીત અને ઈમેઈલ દ્વારા ફરિયાદો કરી હતી. જોકે તાલુકા વિકાસ અધિકારીએ સરપંચ અને તલાટીઓને બચાવવા માટે રાણા બોરડીમાં મનરેગા કૌભાંડની તપાસમાં રાણા બોરડીમાં ૪પ૧ જોબકાર્ડ લાભાર્થીઓની કોઈ તપાસ ન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી એ બીજી વૃદ્ધાશ્રમ પેન્શન યોજના હેઠળ તપાસ હાથ ધરી હતી અને તે હેવાલને ઉલાટવીને ગેરકાયદેસર રીતે મનરેગા રીપોર્ટ સંબંધિત ઉચ્ચ અધિકારઓને મોકલ્યો હતો.
રાણા બોરડી ગામમાં કરોડો રૂપિયાનો કથિત ભ્રષ્ટાચાર થયો છે અને તેના પુરાવા પણ તપાસ કમીટી અને લગત અધિકારીઓને આપ્યા હતા અને કેન્દ્ર અને રાજય સરકાર બંને દ્વારા આ મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલાની ગંભીરતા અને સ્થાનિક લોકોને અંધારામાં રાખીને અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં સરપંચની સંડોવણીને ધ્યાનમાં રાખીને અમે ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ દસ્તાવેજો અને પુરાવા તાત્કાલિક જપ્ત કરવાની માંગ કરી હતી.