ઈનોવેશન સંચાલિત આર્થિક વૃદ્ધિને સમજાવતા ત્રણ સંશોધકને નોબેલ પ્રાઈઝ

સ્ટોકહોમ, ઈકોનોમિક્સ ક્ષેત્રે સંશોધન માટે સોમવારે નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ હતી. જોએલ મોકીર, ફિલિપ અઘિઓન અને પીટર હોવિટને નોબેલ પ્રાઈઝ જીત્યા છે.
ત્રણેય સંશોધકોએ આર્થિક વૃદ્ધિ પર ઈનોવેશનની અસર અને ટેકનોલોજીસથી જૂની વ્યવસ્થાના બદલે નવી વ્યવસ્થા અંગે સંશોધન કર્યું હતું. તેમના મુખ્ય ઈકોનોમિક કન્સેપ્ટને ક્રીએટિવ ડીસ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે.
ઈકોનોમિક્સ બાબતે ત્રણેય વિજેતા એકબીજા કરતાં ભિન્ન અને છતાં પૂરક અભિગમ ધરાવે છે. ડચ મૂળના ૭૯ વર્ષીય મોકિર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં ઈકોનોમિક હિસ્ટોરિયન છે. તેમણે ઐતિહાસિક સ્રોતથી લાંબા ગાળાના ટ્રેન્ડની વાત કરી હતી.
જ્યારે કોલેજ ડી ળાન્સ તથા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના ૬૯ વર્ષીય ફિલિપ અઘિઓન તથા કેનેડિયન મૂળના બ્રાઉન યુનિવર્સિટીના પીટરે ક્રીએટિવ ડીસ્ટ્રક્શન વર્કને સમજાવવા માટે ગાણિતીક સમીકરણોનો ઉપયોગ કર્યાે હતો.મોકીરે નોબેલ પ્રાઈઝ માટે પસંદગી બદલ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આવું સન્માન થશે તેવી સપનામાં પણ વિચાર્યું ન હતું.
અઘિઓને ઈનામમાં મળનારી રકમનો ઉપયોગ પોતાની રિસર્ચ લેબોરેટરી માટે કરવાનું વિચાર્યું છે. તેમણે અમેરિકાની સંરક્ષણાત્મક આર્થિક નીતિને સમગ્ર વિશ્વના વિકાસ તથા ઈનોવેશન માટે નુકસાનકારક ગણાવી હતી. નોબેલ પ્રાઈઝ વિજેતા મોકીરને ૧.૨ મિલિયન ડોલર મળશે, જ્યારે બાકીની અડધી રકમ અન્ય બે વિજેતા વચ્ચે વહેંચાશે.
આ ઉપરાંત દરેકને ૧૮ કેરેટનું ગોલ્ડ મેડલ અને ડિપ્લોમા એનાયત થશે. ઈકોનોમિક્સમાં નવા ઈનોવેશનના લાભ અંગે વાત કરતી વખતે ડીસ્ટ્રોય થીયરીનો ઉલ્લેખ આવે છે.
જેમાં ઈનોવેશનના કારણે જૂની ટેકનોલોજી અને બિઝનેસનું સ્થાન નવી ટેકનોલોજી અને બિઝનેસ લેતા હોય છે. આ કન્સેપ્ટને સામાન્ય રીતે વિખ્યાત અર્થશાસ્ત્રી જોસેફ શુમપીટર સાથે સાંકળવામાં આવે છે.SS1MS