‘બંટી-બબલી’એ અનેકને શીશામાં ઉતારી લાખો રૂપિયા ખંખેરી લીધા

પ્રતિકાત્મક
જૂનાગઢ, કેશોદમાં રહેતા બંટી બબલી દંપતિએ લોકોને વિઝા અપાવવા, સસ્તામાં ભંગાર અપાવવા તેમજ મેડિકલ સ્ટોર ખોલાવી આપવા કહી લોકો પાસેથી પૈસા લાખો રૂપિયા ખંખેર્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આ બંટી-બબલી દંપતીને સકંજામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદના માંગરોળ રોડ પર આવેલા બરસાના સોસાયટીમાં રહેતા અને પ્રોવિઝન સ્ટોર ધરાવતા અશ્વિનભાઈ દેવરાજભાઈ ઉસદડીયાને તેના પાડોશમાં રહેતા રાજ સુરેશ કુંભાણી અને તેના પત્ની હેનિશા ઉર્ફે હેલીબેન રાજ કુંભાણી પાડોશીના નાતે સબંધ હતા. આ દંપતિ અમદાવાદ, સુરત બાજુ જતા રહે છે. રાજ કુંભાણી વિદેશમાં જઈ આવ્યો છે.
જાન્યુ. ૨૦૨૫માં રાજ કુંભાણી અને તેના પત્ની હેનિશાબેને અશ્વિનભાઈને તેના પુત્ર રઘુને આફ્રિકા મોકલવા અને ત્યાં નોકરી મળશે અને સારા પૈસા કમાઈ શકશે.
અમે આળિકાના વિઝા કઢાવી આપીશ, કઈ ખર્ચ થશે તે આપણે લખતા જઈશું એમ કહ્યું હતું. રાજ કુંભાણી અને તેના પત્નીએ રઘુના વિઝા કરાવી આપવાના નામે અશ્વિનભાઈ પાસેથી રોકડા અને ઓનલાઈન મળી કુલ ૧૯.૫૨ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા ત્યાર બાદ કોઈ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ઇન્ડિયન એમ્બેસીમા તપાસ કરતા ત્યાં કોઈ આવો વિઝા લેટર ન આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું.
આ અંગે આજે અશ્વિનભાઈ ઉસદડીયાએ રાજ સુરેશ કુંભાણી અને તેની પત્ની હેનિશાબેન ઉર્ફે હેલીબેન કુંભાણી સામે ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યાે છે.
દરમિયાન, માંગરોળ રોડ પર રહેતા ભાવેશભાઈ ઉકાભાઈ કોટડીયાએ રાજ સુરેશ કુંભાણીએ સસ્તામાં લોખંડનો ભંગાર આપવાની લાલચ દઈ અલગ-અલગ સમયે કુલ ૨.૭૩ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ભંગાર કે પૈસા આપ્યા ન હતા.
પેંતરાના એક અન્ય કિસ્સામાં, સતિષભાઈ પ્રવિણભાઈ કાપડીયાને રાજ સુરેશ કુંભાણી અને તેની પત્ની હેનિશા ઉર્ફે હેલી રાજ કુંભાણીએ કેશોદમાં મેડિકલ સ્ટોર ખોલવાની લાલચ આપી ઓનલાઈન કુલ ૨ લાખ રૂપીયા ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે ફરિયાદ થતા કેશોદ પોલીસે આ બંટી-બબલી દંપતિને સકંજામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.SS1MS