ગુજરાતના તમામ નોટરીઓને ઈ-સ્ટેમ્પિંગ લાયસન્સ આપવામાં આવે: જે. જે. પટેલની રજૂઆત

Ahmedabad, ગુજરાત પ્રદેશ લીગલ સેલ ના પ્રદેશ કન્વીનર શ્રી જે. જે. પટેલ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી તથા કાયદા મંત્રીશ્રી ને લેખિત રજૂઆત કરી જે જણાવાયું છે કે ગુજરાતની જનતા ને તાલુકા લેવલે સગવડ મળી રહે તેવા શુભ હેતુ થી ગુજરાતના તમામ નોટરી ઓને ઈ-સ્ટેમ્પિંગ ના લાયસન્સ મળે અને નોટરીઓને નોટરી ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ માટે રાજ્યના દરેક તાલુકા માંથી નોટરી ટિકિટ મળી રહે એવી વ્યવસ્થા કરવી.
એવી ગુજરાતના નોટરીઓ ની લાગણી તથા માંગણી ને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ લીગલ સેલના કન્વીનર તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનશ્રી જે. જે. પટેલ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા મંત્રીશ્રી રિષિકેશભાઈ પટેલ ને લેખીતમાં રજૂઆત કરી હતી.
🔹 મુખ્ય માંગણીઓ:
- ગુજરાતના તમામ નોટરીઓને ઈ-સ્ટેમ્પિંગ લાયસન્સ આપવામાં આવે.
- નોટરીઓને નોટરી ટિકિટ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દરેક તાલુકામાં ટિકિટ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા થાય.
🔹 હેતુ:
- ગુજરાતની જનતાને તાલુકા સ્તરે કાયદાકીય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય.
- નોટરીઓના કાર્યમાં સરળતા અને કાર્યક્ષમતા વધે.
આ રજૂઆત નોટરીઓની લાગણીઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી તેઓ વધુ સગવડભર્યા માહોલમાં પોતાની સેવાઓ આપી શકે