Western Times News

Gujarati News

અમદાવાદ શહેરની સફાઈમાં મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા

અમદાવાદમાં રૂ. ૨૭ કરોડના કામોનું લોકાર્પણ તેમજ નાગરિકોને વિવિધ લાભોનું વિતરણ કરાયું

Ahmedbad, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ સપ્તાહ- ૨૦૨૫ અંતર્ગત એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સંસદસભ્યશ્રીઓ,  ધારાસભ્યોશ્રી, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના રૂ. ૨૭ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકો અને શ્રેષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરવામાં પણ કરવામાં આવ્યા હતા. ૭ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ અને વંદના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ ૧૨ સ્વરોજગારીઓને લોન મંજૂરી પત્રો પણ આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત શહેરની સફાઈમાં સખત મહેનત કરનાર ૪ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા. આ સાથો સાથ ૩ ક્ષય (TB) દર્દીઓને પોષણ કિટ્સ આપવામાં આવી, સફાઈ સુરક્ષા મિત્ર કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સ્વચ્છ નવરાત્રી મહોત્સવ અને ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવના ઝોન મુજબના પ્રથમ ક્રમના વિજેતાઓને સન્માનિત કરાયા તેમજ નાગરિકોમાં સ્પર્ધાત્મક સ્વચ્છતા ભાવના ઉન્નત કરવા લોકમાન્ય તિલક ટ્રોફી વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે એ.મ્યુ.કો દ્વારા પુનર્વસન  કરાયેલા ૧૧૦૮ આવાસો અને ૪૫ દુકાનોનું ડ્રો પણ યોજાયો હતો. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત નાગરિક કલ્યાણ અને શહેરી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.