અંબાસર પ્રાથમિક શાળાના શિક્ષકનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ની ઉપસ્થિતિમાં અંબાસર પ્રાથમિક શાળા ખાતે શાળાના શિક્ષક સોલંકી લાલસિંહ કેસરીસિંહના વય નિવૃતિ સમારોહ યોજાયો હતો
શિક્ષક સેવામાંથી નિવૃત થઈ શકે શિક્ષામાંથી નહીં ત્યારે સાંસદ શોભનાબેન બારૈયાએ આજે વય નિવૃત થતા લાલસિંહ સોલંકીનો શાળામાં નિષ્ઠાપુર્વક ફરજ અદા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો અને તેમનું આગામી જીવન નિરોગી,સ્વસ્થ અને સમાજ ઉપયોગી થાય તે માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ગામના સરપંચ,શાળાના આચાર્ય,જૂથ શાળાના શિક્ષકશ્રીઓ,વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.