ભારત બ્રહ્મપુત્રા નદી પર રૂપિયા ૬.૪ લાખ કરોડના ખર્ચે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપશે

નવી દિલ્હી, કેન્દ્રે બ્રહ્મપુત્રા નદીક્ષેત્રમાં રૂ. ૬.૪ લાખ કરોડના ખર્ચે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવાની તૈયારી કરી છે. બ્રહ્મપુત્રા નદી પર વિશ્વના સૌથી મોટા ડેમના નિર્માણની ચીનની યોજનાના જવાબમાં ભારતે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધર્યાે છે.
આ પ્રોજેક્ટથી દેશમાં સતત વધી રહેલી વીજ માંગને પહોંચવામાં મદદ મળશે તેમ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઈએ)એ જણાવ્યું હતું.સીઈએએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત પૂર્વાેત્તરના રાજ્યોમાં ૧૨ પેટા નદીક્ષેત્રોમાં ૨૦૮ વિશાળ હાઇડ્રો પ્રોજેક્ટ્સ સ્થપાશે જેની સંભવિત ક્ષમતા ૬૪.૯ ગીગાવોટની રહેશે અને વધુ ૧૧.૧ ગીગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પ્લાન્ટ્સથી ઉપલબ્ધ થશે.
બ્રહ્મપુત્રા નદીના વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં હાઇડ્રોઈલેક્ટ્રિકની ક્ષમતાને જોતા અહીંથી ઉત્પાદીત વીજ પુરવઠાનું વહન કરવા યોગ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ પ્લાનની જરૂર જણાય હતી.
બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ગમ તિબેટમાંથી થાય છે અને તે ભારત અને બાંગ્લાદેશમાંથી વહે છે.ચીનની સરહદ નજીક આ નદી હોવાથી જળ વ્યવસ્થાપન અને માળખાગત આયોજન વ્યૂહાત્મક મુદ્દો બને છે.
આ ઉપરાંત ચીને પણ બ્રહ્મપુત્રા (યારલુંગ ઝાંગબો) નદી પર રૂ. ૧.૪૪ લાખ કરોડના ખર્ચે વિશ્વનો સૌથી મોટો ડેમ પ્રોજેક્ટ હાથ ધર્યાે છે જેનાથી ગરમીના દિવસોમાં ભારત તરફના ભાગમાં પાણીનો પ્રવાહ ૮૫ ટકા ઘટવાની ભીતિ રહેલી છે. પરિણામે ભારતે ચીનને ટક્કર આપવા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે.
આ પ્રોજેક્ટના પ્રથમ ભાગનું કામ ૨૦૩૫ સુધી ચાલુ રહેશે જેનો ખર્ચ આશરે રૂ. ૧.૯૧ લાખ કરોડ થશે જ્યારે રૂ. ૪.૫૨ લાખ કરોડના ખર્ચે બીજા ભાગનું કામ હાથ ધરાશે.SS1MS