ભારતમાં ત્રણ કફ સિરપ સામે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી

નવી દિલ્હી, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ સોમવારે ભારતમાં ત્રણ ભેળસેળવાળી કફ સિરપને લઈને ચેતવણી આપી છે. એમાં શ્રીસન ફાર્માસ્યુટિકલની કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માસ્યુટિકલની રેસ્પિળેશ ટીઆર અને શેપ ફાર્માની રીલાઇફનો જથ્થો સામેલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે ત્રણેય કફ સિરપ ગંભીર બીમારી પેદા કરી શકે છે અને આ જીવલેણ બીમારનું કારણ પણ બની શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને દુનિયાભરના દેશોને કહ્યું છે કે જો તમારે ત્યાં આ દવાઓ મળી રહી છે તો તેની અમને માહિતી આપો. કોલ્ડ્રિફ સિરપથી મધ્યપ્રદેશમાં સપ્ટેમ્બરથી હમણા સુધી પાંચ વર્ષથી ઓછી વયના ૨૫ બાળકોના મોત થયા છે. સિરપમાં ડાઇઈથિલીન ગ્લાઇકોલ (ડીઈજી)ની માત્રા નિયત માત્રા કરતા લગભગ ૫૦૦ ગણી વધુ હતી, જેનાથી બાળકોના મોત થયા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ૯મી ઓક્ટોબરે ભારત સરકારને પૂછ્યું હતું કે શું કોલ્ડ્રિફ કફ સિરપ વિદેશમાં પણ નિકાસ કરી હતી. ભારતમાં દવાઓની દેખરેખ કરનારી ઓથોરિટી – સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)એ કહ્યું હતું કે કોઈ પણ ભેળસેળવાળી દવાની ગેરકાયદે નિકાસના પુરાવા મળ્યા નથી. તમિલનાડુના કાંચીપુરમમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપની કોલ્ડ્રિફ સિરપ બનાવી રહી હતી.SS1MS