Western Times News

Gujarati News

ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાઈકનું નિધન

ગોવા, ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું આજે ૭૯ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. પારિવારિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું નિધન થઇ ગયું. ભાજપના દિગ્ગજ નેતા રવિ નાઈક ગોવાની રાજધાની પણજીથી લગભગ ૩૦ કિલોમીટર દૂર આવેલા તેમના નિવાસસ્થાને હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક તેમને પોંડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જોકે, મોડી રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.રવિ નાઈકના નિધનથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પરિવારમાં તેમની પત્ની, બે બાળકો, એક પુત્રવધૂ અને ત્રણ પૌત્ર-પૌત્રીઓ સહિત કુલ સાત સભ્યો છે. રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે.

ગોવાના મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી તરીકે તેમણે રાજ્યની સેવા કરી હતી. સ્વર્ગસ્થ રવિ નાઈકના અંતિમ સંસ્કાર આજે બપોરે ૩ વાગ્યે કરવામાં આવશે.વડાપ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે રવિ નાઈકના નિધનથી દુઃખી છું.

તેઓ ગોવા સરકારમાં મંત્રી હતા. તેમને એક અનુભવી વહીવટકર્તા અને સમર્પિત લોકસેવક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે ગોવાના વિકાસની ગતિને સમૃદ્ધ બનાવી. તેઓ ખાસ કરીને વંચિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોને સશક્ત બનાવવા માટે અત્યંત ઉત્સાહી હતા. દુઃખની આ ઘડીમાં મારી સહાનુભૂતિતેમના પરિવાર અને સમર્થકો સાથે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.