Western Times News

Gujarati News

‘થિએટર માટે લોકોનો પ્રેમ ઘટ્યો નથી, બસ થિએટરમાં જવાનું કારણ હોવું જોઈએ’: પૂજા

મુંબઈ, ૨૦૨૫ના વર્ષમાં પૂજા હેગડે રસપ્રદ રોલ અને ફિલ્મ કરી રહી છે, રેટ્રોમાં સૂર્યા સાથેની તેની જોડીને સારો પ્રતિસાદ મળ્યો છે. તે ઉપરાંત રજનીકાંતની ‘કૂલી’માં તેના વખાણ થવા ઉપરાંત ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારી ચાલી છે. આજે એવો સમય આવ્યો છે, જ્યારે મોટા નામો હોવાથી પણ ફિલ્મની સફળતાની કોઈ ગેરંટી હોતી નથી.

ત્યારે પૂજા માને છે કે ઇન્ડસ્ટ્રીને એક માળખાની જરૂર છે. “હા, હવે બધું પહેલાં કરતાં વધુ અનિશ્ચિત થઈ ગયું છે. પરંતુ હું એવું પણ માનું છું કે લોકોનો મોટા પડદા માટેનો પ્રેમ હજુ ખતમ થયો નથી. તેમને બસ થિએટરમાં પાછા ફરવાનું કારણ જોઈએ છે.

એ લાગણીઓ, એ ઉગ્રતા, સમાજ જીવનનું એ સ્તર તમને ઘેર બેઠાં અનુભવાશે નહીં. એક ફિલ્મ થિએટરમાં અનુભવ પુરો પાડે છે -પછી તે તેની વાર્તા હોય, સંગીત કે પછી મોટા પડદાનો જાદુ – લોકો ચોક્કસ પાછા આવશે. થિએટરનું હંમેશા એક ચોક્કસ સ્થાન રહ્યું છે, આપણે બસ કશુંક એવું રસપ્રદ આપવું પડશે કે તેઓ ઘરમાંથી બહાર નીકળવા મજબુર થઈ જાય.”પૂજા ‘જન નાયગન’માં વિજય અને ‘હે જવાની તો ઇશ્ક હોના હે’માં વરુણ ધવન સાથે કામ કરી રહી છે. પૂજા માને છે કે તે ફિલ્મમાં હિરો કોણ છે, તે જોઈને ફિલ્મ પસંદ કરતી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.