મેન્ટલ હેલ્થ માટે જરૂર પડે ત્યારે ધીમા પડો અને રડી લોઃ સારા

મુંબઈ, દરેક ફિલ્મ સાથે ભાગ્યમાં ઉથલ-પાથલ લાવી દેતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા ટકી રહેવાનું ખૂબ અઘરું છે. સ્ટારડમની સાથે એક્ટિંગમાં પણ જોર લગાવવાના દબાણ વચ્ચે ઘણાં એક્ટર્સ મેન્ટલ હેલ્થને જોખમમાં મૂકે છે. સારા અલી ખાનનું માનવું છે કે, મેન્ટલ હેલ્થ માટે જરૂર પડે ત્યારે ધીમા પડો, રડી લો અને ઊંડા શ્વાસ લેવું જોઈએ. તે પોતે પણ આવું કરી જ રહી છે.
દરેક પરિસ્થિનો મુકાબલો એકલા કરવાના બદલે કોઈની મદદ માગી લેવી જોઈએ. સારાના મતે, સમય અને સંજોગો પ્રમાણે પીછેહઠ કરવામાં કે અન્યની મદદ લેવામાં નાનમ રાખવી જોઈએ નહીં. હું જાતે જ બધું હેન્ડલ કરી લઈશ તેવી મથામણને નિરર્થક ગણાવતા સારાએ કહ્યં હતું કે, મેન્ટલ બેલેન્સ માટે સેલ્ફ કેર જરૂરી છે. તેના માટે રડી લેવામાં પણ વાંધો નથી.
ઊંડા શ્વાસ લઈને કે પછી કોઈ અપરાધભાવ વગર ધીમા પડીને આ પ્રકારની પળોજણમાંથી ઉગરી શકાય છે. સારાએ કહ્યું હતું કે, લાગણીઓને દબાવીને રાખવાથી ક્ષમતા વધતી નથી. લાગણીઓને ઓળખી તેનો સ્વીકાર કરવામાં ખરી બહાદુરી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રેશર ખૂબ હોય છે અને દરેક પરિસ્થિતિમાં એકલા જ લડી લેવાનો ભ્રમ રાખવો જોઈએ નહીં.
ચારે બાજુ પરિસ્થિતિ અસ્તવ્યસ્ત જણાય ત્યારે જીવનમાં નાની-નાની ખુશીઓ શોધી હળવાશ લાવવી જોઈએ. આ કવાયત ઘણી મદદરૂપ રહે છે. પોતાની જાતને સમજવામાં અને લાગણી વ્યક્ત કરવામાં આ પ્રકારની આદત મદદરૂપ છે. જાત પ્રત્યે ઈમાનદાર રહીએ તો મોટાભાગની તકલીફો દૂર થઈ શકે છે.SS1MS