ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણઃ ઠાકોર સમાજના સમીકરણોનું સંતુલન સાધવાનો પ્રયાસ?

ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? -નવા જિલ્લાના લોકોને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે:
જૂની સરકારના નવ મંત્રીઓ પડતા મુકાયા.. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ.
મંત્રીમંડળમાં 7 પટેલ સહિત 8 OBC, 3 SC, 4 ST
નવા મંત્રીમંડળની યાદી.. 1. પ્રફુલ પાનસેરીયા 2. કુંવરજીભાઈ બાવળીયા 3. ઋષિકેશ પટેલ 4. કનુ દેસાઇ 5. પરસોતમ સોલંકી 6. હર્ષ સંઘવી 7. પ્રદ્યુમન વાજા 8. નરેશ પટેલ 9. પીસી બરંડા 10. અર્જુન મોઢવાડિયા 11. કાંતિ અમૃતિયા 12. કૌશિક વેકરીયા 13. સ્વરૂપજી ઠાકોર 14. દર્શનાબેન વાઘેલા 15. જીતુભાઈ વાઘાણી 16. રીવા બા જાડેજા 17. ડો જયરામ ગામીત 18. ત્રિકમભાઈ છાંગા 19. ઇશ્વરસિંહ પટેલ 20. મનિષા વકીલ 21. પ્રવિણ માળી 22. સ્વરૂપજી ઠાકોર 23. સંજયસિંહ મહિડા 24. કમલેશ પટેલ 25. રમણ સોલંકી
ફોટોઃ ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલ પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી.
ગાંધીનગર, ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મંત્રીમંડળના વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાંથી છૂટા પડેલા નવા રચાયેલા વાવ-થરાદના રાજકીય સમીકરણોની વિશેષ ચર્ચા છે.
ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં મનીષા વકીલ અને પૂર્વ આઇપીએસ પી સી બરંડાનો સમાવેશ ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં મનીષા વકીલ અને પૂર્વ આઇપીએસ પી સી બરંડાનો સમાવેશ થયો છે. સૌરાષ્ટ્રમને મોટું મહત્વ મળ્યું:
કોડીનારના પ્રદ્યુમન વાજા પછી હવે ભાવનગર ના જીતુ વાઘાણી, કૌશિક વેકરીયા, પોરબંદરના અર્જુન મોઢવાડિયા, મોરબીના કાંતિલાલ અમૃતિયા, જામનગરના રિવાબા જાડેજા ને પણ પ્રધાનમંત્રીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. આ ઉપરાંત કુંવરજીભાઈ બાવળીયા, પ્રદ્યુમન વાજા અને પરસોતમભાઈ સોલંકી ને પણ આમંત્રણ મળી ચૂક્યું છે.
કુલ ૧૭ નામો જાહેર થઈ ગયા છે. ગણદેવીના નરેશ પટેલને પણ નિમંત્રણ મળ્યું છે. આમ જામનગરના રીવાબા જાડેજા, ગણદેવીના નરેશ પટેલ, લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી, કુવરજીભાઈ બાવળીયા, પ્રફુલ્લ પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને નિમંત્રણો મળી ચૂક્યા છે
બનાસકાંઠાના ઠાકોર સમાજમાંથી ચાર મોટા દિગ્ગજ નેતા છે, ત્યારે સમીકરણ પ્રમાણે ઠાકોર સમાજના અલ્પેશ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે સીધી સ્પર્ધા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર, ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય છે, તો બીજી તરફ નવા જિલ્લા વાવ-થરાદમાંથી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયા છે. ત્યારે સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી અટકળો છે. જાણો શું છે સમીકરણો?
રાજકીય વિશ્લેષકોના મતે, અલ્પેશ ઠાકોરની જગ્યાએ સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ થવાથી ભાજપ રાજ્યમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ જાળવી શકશે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ચૂંટાયેલા નેતા હોવા છતાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન તરીકે જાણીતા છે.
સ્વરૂપજી ઠાકોર વાવ બેઠક પરથી ચૂંટાયેલા નેતા છે, જે ઉત્તર ગુજરાતની મહત્ત્વની બનાસકાંઠા જિલ્લાની બેઠક છે અને હવે નવા જાહેર કરાયેલા વાવ-થરાદ જિલ્લાનો પણ ભાગ છે. આ રીતે, ભાજપ ઠાકોર સમાજનું સમર્થન અને રાજકીય સંતુલન જાળવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજની વસતી વધારે છે. ઉત્તર ગુજરાતની બેઠકો સામાન્ય રીતે કોઈ રાજકીય પક્ષનો નહીં, પરંતુ ઠાકોર સમાજનો ગઢ ગણાય છે. આ મત વિસ્તારોનો રાજકીય ઇતિહાસ સાક્ષી છે કે, અહીં ઠાકોર સમાજનું એક તરફી મતદાન રાજકીય ઉથલ-પાથલ સર્જી શકે છે, જેથી રાજકીય પક્ષોએ સંતુલન રાખીને બેઠકોની વહેંચણી કરવી પડે છે. ગુજરાત સરકારે તાજેતરમાં વાવ-થરાદને જોડીને નવા જિલ્લાની રચનાની જાહેરાત કરી છે.
નવા જિલ્લાની જાહેરાતની સાથે જ ત્યાંના પ્રતિનિધિને મંત્રીમંડળમાં સ્થાન આપીને ભાજપ એક મજબૂત રાજકીય સંદેશ આપી શકે છે. સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવીને ભાજપ નવા જિલ્લામાંથી ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપી સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરી શકે છે. આ નિર્ણય નવા જિલ્લાના રહેવાસીઓને ખુશ કરી શકે છે.
અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાને પુનઃસક્રિય કરવા પ્રયત્નશીલ છે. તેમણે ૨૦ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવી હતી, જેમાં ૫૦૦થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રીમંડળમાં ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કેવી રીતે મજબૂત કરી શકાય તેની પણ ચર્ચા થઈ હતી.
આ સંજોગોમાં ઠાકોર સમાજને પૂરતું રાજકીય પ્રતિનિધિત્વ નહીં મળે તો રાજકીય ગરમાવો સર્જાઈ શકે છે. જો કે, ભાજપ ઠાકોર સમાજના અગ્રણીઓને પક્ષ કે સંગઠનમાં મોટી જવાબદારી આપીને સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કરી શકે છે.
નોંધનીય છે કે, આ તમામ અટકળો અને સમીકરણો સૂચવે છે કે જો મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થશે, તો તેમાં ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના પ્રતિનિધિત્વને લઈને મોટો ફેરફાર થઈ શકે છે.
જૂની સરકારના નવ મંત્રીઓ પડતા મુકાયા.. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ.