દિવાળીમાં આ હોસ્પિટલમાં ફટાકડાથી ઇજાગ્રસ્ત બાળકોને દેશભરમાં મફત ટ્રોમા સારવાર મળશે

પ્રતિકાત્મક
દિલ્હી, એએસજી આંખની હોસ્પિટલે આ દિવાળીમાં 15 વર્ષ સુધીનાં બાળકોમાં ફટાકડાને કારણે આંખમાં થતી ઇજાની મફત તપાસ અને સર્જરી કરી આપવાની જાહેરાત કરી છે. આ સુવિધા દેશનાં 87થી વધુ શહેરોમાં એએસજીનાં 175થી વધુ સેન્ટરમાં 15 ઓક્ટોબર, 2025થી 24 ઓક્ટોબર, 2025 સુધી ઉપલબ્ધ રહેશે.
દેશભરની એએસજી આંખની હોસ્પિટલો અને વાસન આઇ કેર સેન્ટર્સને એક પહેલ હેઠળ લાવીને સંસ્થા દરેકને ફટાકડા ફોડતી વખતે અણધારી રીતે આંખને થનારી ઇજામાં ગુણવત્તાસભર સારવારની ચિંતા કર્યા દિવાળી ઉજવવામાં મદદ કરવા પોતાનાં પ્રયત્નો બમણા કરી રહી છે. This Diwali, ASG Eye Hospital Announces Nationwide Free Trauma Care for Children Injured by Firecrackers.
15 વર્ષથી નીચેની વયનાં બાળકોને ફટાકડા સંબંધિત આંખની ઇજાઓનું ઊંચું જોખમ હોય છે. નાની ઉંમરનાં બાળકોમાં ફટાકડા ફોડવાની કુતુહલતા તથા માબાપની ચેતવણીની અવગણનાને કારણે આંખની ઇજા થતી હોય છે. આને કારણે લાંબા ગાળા માટે દ્રષ્ટિ ગુમાવવા સહિતની જટિલતા પેદા થાય છે.
સામાન્ય રીતે, નેટવર્ક હોસ્પિટલોમાં આંખ સંબંધિત ઇમરજન્સીનાં બનાવો વધતા હોવાનું જોવા મળ્યું છે. આ કેમ્પેઇન તહેવારોની મોસમ દરમિયાન આંખની ઈજાનાં સામાન્ય બનાવો સામે ઝડપી અને સંગઠિત પ્રતિસાદ આપવા માટે તૈયાર કરાયું છે. જો સમયસર સારવાર ન મળે તો બાળકની દ્રષ્ટિ પર કાયમી અને તેની જીવનની ગુણવત્તા પર અસર પડે છે.
એએસજી આઇ હોસ્પિટલના રિજનલ સીઓઓ (પશ્ચિમ-ગુજરાત અને મહારાષ્ટ્ર) ડો. રાઘવ રવાણીએ જણાવ્યું કે, અમે દરેકને ખુશ અને સલામત દિવાળીની ઉજવણી માટે વિનંતી કરીએ છીએ. ફટાકડાથી અંતર અને બાળકોની દેખરેખ રાખવા જેવી સામાન્ય સાવધાની રાખવાથી મોટા ભાગનાં અકસ્માતો ટાળી શકાય છે.
જોકે, 15 ઓક્ટોબર, 2025થી 24 ઓક્ટોબર, 2025 સુધી 15 વર્ષથી નીચેની વયનાં બાળકોને ફટાકડા ફોડતાં આંખને ઇજા થાય તો અમારા દેશવ્યાપી આંખની મફત સારવાર પહેલ હેઠળ દેશભરની એએસજી આંખની હોસ્પિટલો અને વાસન આઇ કેર સેન્ટર્સમાં અમારા ડોક્ટરો ઉપલબ્ધ છે.
વડીલોની દેખરેખ, ફટાકડા ફોડતી વખતે અંતર જાળવવું અને આંખનાં રક્ષણો માટે સાધનો પહેરવા જેવી સાવધાની રાખવી મહત્વની છે, પણ છતાં ઇજા થાય તો તાત્કાલિક મેડીકલ સારવાર મળવાથી પરિણામમાં મોટો સુધારો જોવા મળે છે. આ પહેલ 15થી 24 ઓક્ટોબર દરમિયાન દિવાળીનાં સમયગાળામાં ચાલશે. આ સારવારમાં દવાઓ, એનેસ્થેસિઓલિજસ્ટ કે એનેસ્થેટિસ્ટનાં ચાર્જ અને ચશ્માનો સમાવેશ નથી થતો.
જો બાળકને ફટાકડાથી આંખમાં ઇજા થાય તો શક્ય હોય ત્યાં સુધી બંને આંખો સ્થિર રાખો, આંખને ચોળો નહીં અથવા દબાણ, કાજલ, મલમ કે પાણીની છાલક ન મારો. ઇજાગ્રસ્ત આંખને વધુ દબાણ વગર ઢાંકી રાખો અને તાત્કાલિક નજીકની એએસજી આઇ હોસ્પિટલ કે વાસન આઇ કેર સેન્ટર પર પહોંચો. નિષ્ણાંત ડોક્ટર દ્વારા સમયસર સારવાર મળે તો ઝડપથી સાજા થવાય અને કાયમી અંધાપાથી બચી શકાય.