Western Times News

Gujarati News

બીજાના ગૌરવના ભોગે વાણી-અભિવ્યક્તિ નહીંઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, અનિયંત્રિત સોશિયલ મીડિયાના જોખમો અંગે ચેતવણી આપતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે બીજાના ગૌરવ અને અખંડિતતાના ભોગે વાણી અને અભિવ્યક્તિના અધિકારનો ઉપયોગ કરી શકાય નહીં.

તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ પર જૂતું ફેંકવા જેવી ઘટનાઓ પૈસા કમાવવાના સાહસો સિવાય બીજું કંઈ નથી.૬ ઓક્ટોબરે કોર્ટની સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ તરફ જૂતું ફેંકનાર ૭૧ વર્ષીય એડવોકેટ રાકેશ કિશોર સામે તિરસ્કારની કાર્યવાહીની અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહાએ માગણી કરી ત્યારે ન્યાયાધીશ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બનેલી ખંડપીઠે આ અવલોકન કર્યાં હતાં. વરિષ્ઠ વકીલ વિકાસ સિંહાએ રજૂઆત કરી હતી કે રાકેશ કિશોરે પસ્તાવો વ્યક્ત કર્યાે નથી અને ઇન્ટરવ્યૂ આપી રહ્યાં છે, જે સોશિયલ મીડિયા પર ફરતાં થયાં છે.

તેનાથી સર્વાેચ્ચ અદાલતની સંસ્થાકીય અખંડિતતાને અસર થાય છે. સોશિયલ મીડિયા પર આવી સામગ્રી પ્રસારિત થતી અટકાવો. આ પછી ખંડપીઠે જણાવ્યું હતું કે અમે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરુદ્ધમાં નથી, પરંતુ આ અધિકારનો ઉપયોગ અન્ય લોકોની અખંડિતતા અને ગૌરવના ભોગે કરી શકાય નહીં. સુનાવણીની શરૂઆતમાં મહેતાએ માહિતી આપી હતી કે એટર્ની જનરલ આર વેંકટરામણીએ વકીલ સામે ફોજદારી તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે તેમની સંમતિ આપી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અલ્ગોરિધમ પર કામ કરે છે અને આ પ્રકારની ઘટનાઓ અને ટિપ્પણીઓ પૈસા કમાવાનું સાધન બની જાય છે. ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા યુઝર્સ માટે આ ઘટનાઓ ઘણીવાર પૈસા કમાવવાના સાહસો બની જાય છે. અલ્ગોરિધમ આવી સામગ્રીને પ્રોત્સાહન આપે છે.

આ પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવે ત્યારે હિટ્‌સની સંખ્યામાં વધારો થયો છે. ખંડપીઠે જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવાથી સોશિયલ મીડિયાને વધુ મસાલો મળશે અને તેના બદલે આ મામલાને તેના પોતાના કુદરતી મોતે મરવા દેવો જોઈએ.

જોકે દિવાળી વેકેશન પછી આ મામલોની સુનાવણી કરવાનો સંકેત આપતા ખંડપીઠે જણાવ્યું હતું કે ચાલો જોઈએ કે એક અઠવાડિયા પછી પણ વેચાણપાત્ર મુદ્દાઓ બાકી છે કે નહીં. ન્યાયાધીશ કાંતે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં કમનસીબે આ પ્રકારની ઘટનાઓ ટ્રેન્ડ થવા લાગે છે અને આગળની કાર્યવાહી કરવાથી વિવાદ જ જીવંત રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.