Western Times News

Gujarati News

જોલી એલએલબી ૩ આમિર ખાનનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી

મુંબઈ, જોલી એલએલબી ૩’ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાતા નથી.અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત આ ફિલ્મ હવે ૨૦૨૫ ની ૮મી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. અક્ષય કુમારની ફિલ્મે આસમાની રેકોર્ડ તોડી નાખ્યો છે અને હવે આમિરનો ૧૭ વર્ષ જુનો રેકોર્ડ તોડે તો નવાઈ નહી.‘જોલી એલએલબી ૩’ તેના થિયેટર રિલીઝને એક મહિનો પૂર્ણ કરવા જઈ રહી છે.

આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને છેલ્લા ૨૭ દિવસથી સતત મજબૂત કમાણી કરી રહી છે. અક્ષય કુમાર અને અરશદ વારસીની ફિલ્મ ‘જોલી એલએલબી ૩’ નવી ફિલ્મો રિલીઝ થવા છતાં પણ મજબૂત કલેક્શન જાળવી રહી છે.

હવે, ફિલ્મે વધુ એક રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘જોલી એલએલબી ૩’ એ તેના પહેલા અઠવાડિયામાં ૭૪ કરોડની કમાણી કરી.બીજા અઠવાડિયામાં, અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત ફિલ્મે ૨૯ કરોડની કમાણી કરી.

ત્રીજા અઠવાડિયામાં ભારતીય બોક્સ ઓફિસ પર ૭.૩ કરોડની કમાણી કરી અને ફિલ્મે ૨૨મા દિવસે ¹ ૫૦ લાખ, ૨૩મા દિવસે ૧ કરોડ અને ૨૪મા દિવસે ¹ ૧.૧૫ કરોડની કમાણી કરી.“જોલી એલએલબી ૩ નું કુલ ૨૭ દિવસનું કલેક્શન હવે ૧૧૩.૯૫ કરોડ છે.

આ ફિલ્મે કમાણીની દ્રષ્ટિએ અગાઉના વર્ષની સ્કાય ફોર્સને પાછળ છોડી દીધી છે. અક્ષય કુમાર અને વીર પહાડિયા અભિનીત આ ફિલ્મે ભારતમાં ૧૧૩.૬૨ કરોડ કલેક્શન કર્યા હતા.

જોકે, આ આંકડાને વટાવીને, “જોલી એલએલબી ૩” હવે ૨૦૨૫ ની ૮મી સૌથી મોટી બોલીવુડ ફિલ્મ બની ગઈ છે.“જોલી એલએલબી ૩” હવે આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ “ગજની” ને નિશાન બનાવી રહી છે. ૨૦૦૮ માં રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૧૧૪ કરોડની કમાણી કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.