Western Times News

Gujarati News

ઋતિક રોશને ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે પાર્ટીમાં પહોચી લુટી મહેફિલ

મુંબઈ, બોલીવુડ કપલ ઋતિક રોશન અને સબા આઝાદે તાજેતરમાં ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ કપલે સાથે મળીને ખૂબ જ સુંદર પોઝ આપ્યા હતા.દિવાળી નજીક આવતાની સાથે, બોલિવૂડ સેલિબ્રિટીઓ દરરોજ દિવાળી પાર્ટીઓનું આયોજન કરી રહ્યું છે .

ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં અભિનેતા ઋતિક રોશન તેની ગર્લળેન્ડ અને અભિનેત્રી સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો.ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ઋતિક રોશન પણ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે ખાસ હાજર રહ્યા હતા.દિવાળી પાર્ટીમાં ઋતિક રોશન ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો.

મેચિંગ પેન્ટ અને શૂઝ સાથે બ્લેક સાટિન શર્ટ પહેરીને તે ખૂબ જ ડેશિંગ દેખાતો હતો.બીજી તરફ, સબા આઝાદ સંપૂર્ણપણે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. તેણીએ ઇવેન્ટ માટે ઓફ-વ્હાઇટ શરારા સૂટ પહેર્યાે હતો.

સબાના સફેદ શરારા સૂટમાં ભારે ગોલ્ડન મિરર વર્ક હતું. ઇવેન્ટ દરમિયાન, સબા હાથમાં મેચિંગ પોટલી પહેરીને જોવા મળી હતી.સબાએ વાળ ક‹લગ કરતી વખતે ખુલ્લા રાખ્યા હતા. તેણે મેચિંગ ઇયરિંગ્સ અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક ફાઇનલ કર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.