Western Times News

Gujarati News

છૂટાછેડાની અટકળો પર ગોવિંદાએ મૌન તોડ્યું

મુંબઈ, થોડા સમય પહેલા ગોવિંદા અને તેમની પત્ની સુનીતા આહુજાના તલાકની અફવા ફેલાઈ હતી. હકીકતમાં આ વર્ષની શરુઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે, ૩૮ વર્ષ સાથે રહ્યા બાદ આ કપલ અલગ થવાની તૈયારીમાં છે. તો હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાએ આખરે સુનિતા આહુજા સાથે પોતાના લગ્ન અંગે ઉડેલી અફવાઓ કાજોલ અને ટિં્‌વકલ ખન્ના સાથે ટોક શો ‘ટૂ મચ‘ માં પોતાની પ્રતિક્રિયા આપી હતી.

આ દરમિયાન પહેલીવાર તેમણે પોતાની પત્ની સુનિતા સાથે પોતાની સંબંધો અને પોતાની સમજણ વિશે ખુલ્લીને વાત કરી હતી. ‘સુનિતા એક બાળક જેવી છે, પરંતુ તેને જે જવાબદારી આપવામાં આવી, તેણે અમારા ઘરને સંભાળી શકી, કારણે કે જેવી છે તેવી જ છે, તે એક ઈમાનદાર છે, તેની વાતો ક્યારેય ખોટી નથી હોતી.

બસ તે એવી વાતો કહી દે છે, જે તેણે ન કરવી જોઈએ.’ ‘પુરુષો સાથે પ્રોબલેમ એ છે કે, તેઓ એ પ્રકારનું નથી વિચારતા. મારું હંમેશા એવું માનવું છે કે, પુરુષો ઘર ચલાવે છે, પણ મહિલાઓ આખી દુનિયા ચલાવે છે.’જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું સુનિતા ઘણીવાર તેની ભૂલો વિશે જણાવે છે, ત્યારે ગોવિંદાએ તેની લાક્ષણિક શૈલીમાં જવાબ આપ્યો કે, ‘તેણે પોતે ઘણી ભૂલો કરી છે… મેં તેને અને તેના આખા પરિવારને ઘણી વાર માફ કરી દીધો છે.’

તેમણે કોઈપણ લાંબા ગાળાના સંબંધમાં આવતા ઉતાર-ચઢાવ તરફ ધ્યાન દોરતા કહ્યું કે, ‘ક્યારેક -ક્યારેક, મને લાગે છે કે, આપણે તેમના પર વધુ પડતાં નિર્ભર બની જઈએ છીએ. ખાસ કરીને જો તમારી માતા તમારી સાથે ન હોય, તો તમે તમારી પત્ની પર વધુ નિર્ભર બની જાઓ છો. અને જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તમને માતાની જેમ ઠપકો આપવાનું શરૂ કરે છે, તે માતાની જેમ દરેક વસ્તુઓ સમજાવે છે. તેમને ખ્યાલ નથી હોતો, પરંતુ આપણે આ જોઈએ છીએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે, તે કેટલી બદલાઈ ગઈ છે, જ્યારે તમે નાના હતા ત્યારે તેઓ કેવા હતા.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.