અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે 6 મહિનામાં 22 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યાં

AI Image
ગુરુવારે એક સાથે 9 સસ્પેન્ડ થયા
(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ. કમિશનરે ગુરુવારે એક જ દિવસમાં 9 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, આમ,છેલ્લા 06 મહિનામાં જ મ્યુનિ. કમિશનરે વર્ગ 1 થી 4ના 22 લોકોને સસ્પેન્ડ કર્યા છે.
જેમાં અધિકારીઓ સામે ભ્રષ્ટ્રાચાર, અપ્રમાણસર મિલકત, નાણાંકીય ગેરરીતિ, નોકરીમાં અનિયમીતતા સહિતના અનેક બાબતો ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી બાદ આ તમામ કર્મચારી- અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છેકે, મ્યુનિ.ના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટ્રાચાર, નાણાંકીય ગેરરીતિ સહિતના વિવિધ બાબતોમાં મ્યુનિ. વિજીલન્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે. જે તપાસ બાદ તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પદ્ધતી અનુસાર મ્યુનિ. દ્વારા 22 જેટલા કર્મચારીઓ- અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે. જે પૈકી ઢોર ત્રાસ વિભાગના 9 કર્મચારી – અધિકારીને તો કમિશનરના હુકમથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત એ.સી.બી.ના હાથે લાંચ લેતા ઝડપાયેલા કર્મચારીઓ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કમિશનરે ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન ચાર્જ સંભાળ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર ઘ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં રાજેશ બાબુલાલ ચૌહાણ (કેટલ કેચર) – સીએનસીડી વિભાગ, નસીરૂદ્દિન એન. રવૈયા( ઇન્સ્પેક્ટર વર્ગ-2) – એસ્ટેટ વિભાગ ) , ઉમેશ વેગડા (મેલેરીયા મજુર) – હેલ્થ વિભાગ ,ગોપાલ કાનજીભાઇ (મશીનહોલ, મજુર) – ઇજનેર વિભાગ,
જીતેન્દ્ર અરવિંદભાઇ ( મશીનહોલ, મજુર) – ઇજનેર વિભાગ,
સોહન મોતીભાઇ (મશીનહોલ, મજુર) ઇજનેર, જગદિશ ભીખાભાઇ (મશીનહોલ મજુર), વિનો ઇશ્વરભાઇ (સફાઇ કામદાર),જીગ્નેશ શાહ (ઇન્સ્પેક્ટર) – એસ્ટેટ, મેદસ્સરનઝર ઇકબાલ શેખ (આસી. ઇજનેર), સંતોષબેન પટેલ ( સહાયક મલ્ટી પરપઝ વર્કર), કેતનકુમાર જે રામી (આસી. એસ્ટેટ ઓફિસર), દુષ્યંતકુમાર સુથાર ( જુનીયર ક્લાર્ક), મયંક બોદર ( લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર), મિલન રબારી (લાઇ સ્ટોક ઇન્સ્પેક્ટર),
ભુપતસિંહ માલીવાડ (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી, રવિન્દ્રસિંહ ચાવડા (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી, કુલદિપસિંહ પરમાર (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી, અરવિંદ ઠાકોર (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી, કમલેશ મકવાણા (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી, પ્રવિણ ડોરીયા (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી, બિપિન કાનાણી (પોલીસ કોન્સ્ટેબલ) – એસઆરપી નો સમાવેશ થાય છે.