Western Times News

Gujarati News

દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ઐતિહાસીક નિર્ણય -ઈફકો કર્મચારી પરિવારમાં દિવાળીનો ઉજાસ

કર્મચારીના હિતમાં વિશેષ રૂ ૧૪૦ કરોડની જોગવાઈ કરી, ન્યૂનતમ પગાર વધાર્યો

અમદાવાદ, દિવાળીના શુભ અવસરે ભારતીય કૃષિ સહકારી ખાતર નિર્માણ સંસ્થા (ઈફકો) તરફથી અત્યંત મહત્વપુર્ણ અને આનંદાયક જાહેરાત ઈફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીના અઘ્યક્ષ સ્થાને યોજાએલ નિર્દેશક મંડળની બેઠકમાં ઐતિહાસીક નિર્ણય સાથે ઈફકોના કર્મચારીઓનું ન્યુનતમ વેતન પ્રતિ માસ રૂા.૨૦,૦૦૦/- ચુકવવાનું નિર્ણય લેવામાં આવેલ છે જેની અમલવારી ૧ નવેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે તે અંગેની જાહેરાત કરવામાં આવતા કર્મચારી પરિવારમાં દિવાળીનો ઉજાસ પથરાયેલ છે,

આ તકે દિલીપ સંઘાણીએ વધુમાં જણાવેલ કે, સહકારના માઘ્યમથી ખેતિ અને ખેડુતની સાથોસાથ કર્મચારીઓના જીવનમાં પણ સ્થિરતા અને આર્થિક સમૃધ્ધી લાવવાનો અમારો સંકલ્પ છે આ પગલુ સહકારીતા માનવતાવાદી મુલ્યોને મજબુત બનાવે છે વેતન વધારા માટે ઈક્કો દ્વારા ૧૪૦ કરોડ થી પણ વધુ નાણાકીય જોગવાઈ કરવામાં આવેલ છે.

વેતન વધારાના નિર્ણયથી ઈફકો પરિવારના તમામ સભ્યોએ દિલીપ સંઘાણી પ્રત્યે આભાર વ્યક્ત કરી સંસ્થાના ઉત્કર્ષ માટે જોમ અને જુસ્સા સાથે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો. અત્રે ઉલેખ્ખનીય છે કે, દેશમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યુ છે તેવા સમયે ઈફકોના નિર્ણયથી હજારો કર્મચારી પરિવારમાં ખુશી અને આનંદ છવાયો છે જે નોંધનીય બાબત છે. તેમ અખબારી યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.