Western Times News

Gujarati News

GSRTC નિગમના 36,000થી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય

File Photo

*GSRTC કર્મીઓ માટે ખુશખબર !!*

ફિક્સ પગારના કર્મચારીઓને બદલે તમામ કર્મચારીઓને હવે ‘તહેવાર પેશગી એડવાન્સ’ની રકમ અપાશે, રકમમાં પણ બમણો વધારો…

*નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમના હસ્તકના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી.

આ પૈકી, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં તેમણે નિગમના 36,000થી વધુ કર્મશીલ કર્મચારીઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય લીધો છે…*

*નિગમના તમામ કર્મચારીઓને હવે ₹10,000 ‘તહેવાર પેશગી એડવાન્સ’ તરીકે આપવામાં આવશે. અગાઉ માત્ર ફિક્સ પગારના કર્મચારીઓને ₹5,000 સુધી આ પેશગી મળતી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ બેઠકમાં જ આ પેશગીની રકમમાં બમણો વધારો કરીને તમામ કર્મચારીઓને આ લાભ આપવાનો નિર્ણય લીધો છે…*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.