રાઘવ ચઢ્ઢાએ અનોખા અંદાજમાં આપી ખુશખબર

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ દીકરાને આપ્યો જન્મ -પરિણીતી ચોપરા લગ્નના બે વર્ષ પછી માતા બની
મુંબઈ, અભિનેત્રી પરિણીતી ચોપરાએ પુત્રને જન્મ આપ્યો છે. તે માતા બની છે. તેને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેણે પુત્રને આપ્યો છે. લગ્નના બે વર્ષ પછી આ દંપતીના ઘરે પારણું બંધાયું છે, જેના કારણે ચાહકો દ્વારા શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે અને અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. પરિણીતી ચોપરા ૩૬ વર્ષની છે. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી, તેણીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા, જે તેના કરતા ૨૧ દિવસ નાના છે. તેણીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ બેમાંથી ત્રણ બની રહ્યા છે અને ઘરમાં એક નાનોકડો મહેમાન આવવાનો છે.
રાઘવે પોસ્ટ શેર કરી અને લખ્યું, ” આખરે એ આવી ગયો ! અમારો પ્રેમાળ બેબી બોય અને અમને અમારો ભૂતકાળ પણ યાદ નથી! હાથ હર્યાભર્યા છે, અમારું દિલ એથી પણ વધુ ભરેલું છે. પહેલા અમે એકબીજાની સાથે હતા, હવે અમારી પાસે બધું છે… આભાર સાથે, પરિણીતી અને રાઘવ.’
આ દંપતીએ ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ માતા-પિતા બનવાની સત્તાવાર જાહેરાત કરી અને બે મહિના પછી તેમનું ઘર ખુશીઓથી છવાયું છે. પરિણીતી ચોપરાએ ફિલ્મફેર સાથેની એક મુલાકાતમાં કહ્યું કે તે એક બાળકને દત્તક લેશે. કારણ કે તે ઘણા બાળકો ઇચ્છે છે અને તે બધાને જન્મ આપી શકે તેમ નથી, તે દત્તક લેશે.