Western Times News

Gujarati News

હમાસે રફાહ વિસ્તારમાં RPG અને સ્નાઈપર ફાયરથી ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો

પ્રતિકાત્મક

9 દિવસમાં ઇઝરાયલ-હમાસ વચ્‍ચે સીઝફાયરનું ઉલ્લંઘનઃ ટ્રમ્‍પના શાંતિ કરારનું ઉલ્લંઘન

નવી દિલ્‍હી, ઇઝરાયલ અને હમાસ વચ્‍ચે ચાલી રહેલ યુદ્ધવિરામ માત્ર ૯ દિવસ પછી તૂટી ગયો. ઇઝરાયલનું કહેવું છે કે હમાસે ગાઝા શહેર રફાહમાં તેના સૈનિકો પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) અને સ્‍નાઈપર ફાયરનો ઉપયોગ કરીને હુમલો કર્યો.

📰 મુખ્ય ઘટનાઓ

  • હમાસનો હુમલો: ઇઝરાયલના દાવા મુજબ, હમાસે રફાહ વિસ્તારમાં RPG અને સ્નાઈપર ફાયરથી ઇઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો.
  • ઇઝરાયલનો પ્રતિસાદ: ઇઝરાયલની સેનાએ હવાઈ હુમલામાં ૩૩ લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો.
  • યુદ્ધવિરામ ભંગ: હમાસે યલો લાઇનની બહાર હુમલો કર્યો, જ્યાં ઇઝરાયલને પીછેહઠ કરવી હતી.
  • ઇઝરાયલના વડા પ્રધાનની કટોકટી બેઠક: નેતન્યાહૂએ આતંકવાદી લક્ષ્યો સામે કડક કાર્યવાહી માટે સંરક્ષણ પ્રધાન અને સેના પ્રમુખ સાથે બેઠક કરી.
  • હમાસનો ઇનકાર: હમાસના નેતા ઇઝ્ઝત અલ-રિશ્કે જણાવ્યું કે હમાસ યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું છે અને ઇઝરાયલ ખોટા બહાના બનાવી રહ્યો છે.
  • યુએસની ચિંતા: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે હમાસ નાગરિકો પર હુમલાની યોજના બનાવી રહ્યો છે, જેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવાયું છે.
  • રફાહ ક્રોસિંગ બંધ: ઇઝરાયલ દ્વારા રફાહ ક્રોસિંગ બંધ રાખવાની જાહેરાત, જ્યાં સુધી હમાસ ઇઝરાયલી બંધકોના મૃતદેહ પરત નહીં કરે.

જવાબમાં, ઇઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝાના રફાહમાં પણ હવાઈ હુમલો કર્યો, જેમાં ૩૩ લોકો માર્યા ગયા. ઇઝરાયલી અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, હમાસે યલો લાઇનની બહારના વિસ્‍તારમાં હુમલો કર્યો. આ એ જ લાઇન છે જ્‍યાં યુદ્ધવિરામ હેઠળ ઇઝરાયલી સેનાને પીછેહઠ કરવાની હતી.

હુમલામાં બે ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા. ઇઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યો પર હુમલા શરૂ કર્યા છે. આ ઘટના બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્‍જામિન નેતન્‍યાહૂએ સંરક્ષણ પ્રધાન અને સેના પ્રમુખ સાથે કટોકટી બેઠક બોલાવી.

તેમણે ગાઝા પટ્ટીમાં આતંકવાદી લક્ષ્યો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી. હમાસે ઇનકાર કર્યો હમાસે હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ વરિષ્ઠ નેતા ઇઝ્‍ઝત અલ-રિશ્‍કે ટેલિગ્રામ પર જણાવ્‍યું હતું કે હમાસ હજુ પણ યુદ્ધવિરામનું પાલન કરી રહ્યું છે.

તેમણે ઇઝરાયલ પર ખોટા બહાનાનો ઉપયોગ કરીને તેના હુમલાઓને ન્‍યાયી ઠેરવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્‍યો હતો. યુએસ સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટે જણાવ્‍યું છે કે તેને વિશ્વસનીય માહિતી મળી છે કે હમાસ ગાઝામાં તાત્‍કાલિક નાગરિકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.

યુએસએ આને યુદ્ધવિરામનું ઉલ્‍લંઘન ગણાવ્‍યું છે. સ્‍ટેટ ડિપાર્ટમેન્‍ટે જણાવ્‍યું છે કે જો હમાસ આમ કરશે, તો ગાઝાના લોકોની સલામતી સુનિヘતિ કરવા અને યુદ્ધવિરામ જાળવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે. જો કે, તેણે સ્‍પષ્ટ કર્યું નથી કે આ પગલાં શું હશે અથવા તે કેવી રીતે લેવામાં આવશે.

ઇઝરાયલી વડા પ્રધાન નેતન્‍યાહૂએ શનિવારે કહ્યું હતું કે ગાઝા અને ઇજિપ્ત વચ્‍ચેનો રફાહ ક્રોસિગ આગામી સૂચના સુધી બંધ રહેશે. તેમણે સ્‍પષ્ટતા કરી કે જ્‍યાં સુધી હમાસ તેના દ્વારા માર્યા ગયેલા ઇઝરાયલી બંધકોના મૃતદેહ પરત નહીં કરે ત્‍યાં સુધી ક્રોસિગ ફરીથી ખોલવામાં આવશે નહીં. પેલેસ્‍ટિનિયન દૂતાવાસે સોમવારે રફાહ ક્રોસિગ ફરી ખુલશે તેવી જાહેરાત કર્યા બાદ આ નિવેદન આવ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.