Western Times News

Gujarati News

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકનો ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 18.2 ટકા વધીને રૂ. 122 કરોડ થયો

સિક્યોર્ડ બુક વાર્ષિક ધોરણે 52.9 ટકા વધી રૂ. 16,173 કરોડ થઈ, સિક્યોર્ડ બુકનો હિસ્સો 46.8 ટકા

 અત્યાર સુધીનું સૌથી Disbursement (ચૂકવણી અથવા વિતરણ) વાર્ષિક ધોરણે 47.6 ટકા વધીને રૂ. 7,932 કરોડ, લોન બુક વાર્ષિક ધોરણે 14 ટકા વધીને રૂ. 34,588 કરોડ, ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 15.1 ટકા વધી રૂ. 39,211 કરોડ, CASA ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 22.1 ટકા વધીને રૂ. 10,783 કરોડ Ujjivan Small Finance Bank – Profit increases to ₹122 Crore

બેંગાલુરુ, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે [BSE: 542904; NSE: UJJIVANSFB] સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાંકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.

નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના બિઝનેસ પર્ફોર્મન્સ પર એક નજરઃ

ડિપોઝીટ્સ

  • સપ્ટેમ્બર 2025 સુધીમાં ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 15.1 ટકા વધીને રૂ. 39,211 કરોડ થઈ
  • સપ્ટેમ્બર 2025 સુધીમાં CASA વાર્ષિક ધોરણે 22.1 ટકા વધીને રૂ. 10,783 કરોડ જેમાં CASA રેશિયો 27.5 ટકા
  • ફંડનો ખર્ચ નાણાંકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.6 ટકા હતો જે ઘટીને 7.3 ટકા થયો

એસેટ્સ

  • અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. 7,932 કરોડનું Disbursement (ચૂકવણી અથવા વિતરણ), વાર્ષિક ધોરણે 47.6 ટકા અને ત્રિમાસિક ધોરણે 21.3 ટકા વૃદ્ધિ
  • ગ્રોસ લોન બુક રૂ. 34,588* કરોડ જે વાર્ષિક ધોરણે 14 ટકા અને ત્રિમાસિક ધોરણે 3.9 ટકા વધી
  • સપ્ટેમ્બર 2025ના રોજ સિક્યોર્ડ બુકનો હિસ્સો 46.8 ટકા જેની સામે સપ્ટેમ્બર 2024માં હિસ્સો 34.9 ટકા અને જૂન, 2025ના રોજ 45.5 ટકા હતો
  • માઇક્રો બેંકિગ વિતરણ રૂ. 4,259 કરોડ રહ્યું જે વાર્ષિક ધોરણે 29.3 ટકા અને ત્રિમાસિક ધોરણે 8.3 ટકા વધ્યું
  • માઇક્રો બેંકિંગ બુક વધીને રૂ. 18,570 કરોડ થઈ, ત્રિમાસિક ધોરણે 1.5 ટકાનો વધારો

 

કલેક્શન અને એસેટ ક્વોલિટી

  • સપ્ટેમ્બર 2025ના રોજ Risk*/GNPA*/NNPA* પર પોર્ટફોલિયો અનુક્રમે 4.45%/2.45%/0.67%, જૂન, 2025ના રોજ તે અનુક્રમે 4.81%/2.52%/0.71% હતો
  • સપ્ટેમ્બર 2025ના રોજ પ્રોવિઝન કવરેજ રેશિયો 73 ટકા હતો
  • ગ્રુપ અને ઇન્ડિવિડ્યુઅલ લોન બુક માટે સપ્ટેમ્બર 2025 સુધી બકેટ-એક્સ કલેક્શન કાર્યક્ષમતા 99.5 ટકાએ મજબૂત રહી
  • એકંદરે એસએમએ ઘટીને 1.99 ટકા થયું, નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળાથી સૌથી નીચા સ્તરે

નાણાંકીય બાબતો

  • નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 18.2 ટકા વધીને રૂ. 122 કરોડ થયો
  • PPoP ત્રિમાસિક ધોરણે 9.6 ટકા વધીને રૂ. 395 કરોડ થયો
  • કુલ વ્યાજ આવક ત્રિમાસિક ધોરણે 7.7 ટકા વધીને રૂ. 922 કરોડ થઈ, 3 ત્રિમાસિક ગાળાનો ટ્રેન્ડ રિવર્સ થયો
  • નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટે RoA / RoE 1.0 ટકા / 7.7 ટકા રહ્યો

કેપિટલ પોઝિશન

  • કેપિટલ એડેક્વસી રેશિયો 21.4 ટકા જેમાં ટિયર 1 19.9 ટકા રહ્યો

ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઈઓ શ્રી સંજીવ નૌટિયાલે જણાવ્યું હતું કે, “અમે વધારાની તરલતા શોષીને ત્રિમાસિક ગાળામાં સારી રીતે કેલિબ્રેટેડ ગ્રોથ દર્શાવ્યો છે, જેના કારણે અમારો CD રેશિયો 88.2 ટકા થયો છે. કુલ ડિપોઝીટ્સ ત્રિમાસિક ધોરણે 1.5 ટકા અને વાર્ષિક ધોરણે 15.1 ટકા વધીને રૂ. 39,211 કરોડ થઈ છે. CASA ત્રિમાસિક ધોરણે 14.9 ટકા અને વાર્ષિક ધોરણે 22.1 ટકા વધીને રૂ. 10,783 કરોડ થઈ છે, જ્યારે રિટેલ TD પ્લસ CASA ડિપોઝીટ્સ કુલ ડિપોઝીટ્સના લગભગ 71 ટકા રહી છે. અમારા CASA વૃદ્ધિના પ્રયાસોએ હમણાં જ પરિણામ આપવાનું શરૂ કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુશન અને ફોરેક્સ પ્રોડક્ટ્સ ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગ્રાહકોને રજૂ કરવામાં આવશે, જ્યારે ASBA ના ભવિષ્યના રોલઆઉટથી CASA મોબિલાઇઝેશનને વધુ વેગ મળશે. અમે વિવિધ બકેટ્સમાં TD અને SA બંનેમાં સક્રિયપણે દરો ફરીથી સેટ કર્યા છે જેના પરિણામે ભંડોળના ખર્ચમાં ત્રિમાસિક ધોરણે 23 બેસિસ પોઇન્ટ્સ અને વાર્ષિક ધોરણે 17 બેસિસ પોઇન્ટ્સનો સુધારો થશે

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.