Western Times News

Gujarati News

‘નશામુક્ત ભારત અભિયાન’માં ૮,૦૦૦થી વધુ જનજાગૃત્તિની પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી

File

અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે જનજાગૃત્તિ માટે ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઈન શપથ – ક્વિઝ સ્પર્ધાનું આયોજન

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનોવિદ્યાર્થીઓમહિલાઓસામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓસાઇન અભિયાનસેમિનારનશામુક્તિ રથશપથ ગ્રહણ કાર્યક્રમોપ્રચાર સામગ્રીનું વિતરણચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ ૮,૦૦૦થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા અને નાગરિકોને અભિયાન સાથે જોડવા માટે બે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકો https://nmba.dosje.gov.in/content/take-a-pledge?type=e-pledge લિંક દ્વારા ઓનલાઈન નશામુક્તિના શપથ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

આ ઉપરાંત નેશનલ ટેલેન્ટ હંટ કોમ્પિટિશનના પ્રથમ તબક્કા રૂપે ઓનલાઈન MyGov પ્લેટફોર્મ પર ક્વિઝ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. નાગરિકો https://quiz.mygov.in/quiz/5-varsh-1-sankalp-nasha-mukt-bharat-abhiyaan લિંક દ્વારા જોડાઈને તા. ૨૪ ઓક્ટોબર૨૦૨૫ સુધી આ સ્પર્ધામાં ભાગ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છીએ કેદેશના ૨૭૦ જિલ્લાઓમાં તા. ૧૫મી ઓગષ્ટ૨૦૨૦થી નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અમદાવાદવડોદરાભરૂચમહેસાણાસુરતરાજકોટજામનગરઅને પોરબંદર સહિત ૮ જિલ્લાઓનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ તબક્કાવાર રાજ્યના અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ કરાયો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયભારત સરકાર દ્વારા દેશભરમાં નશીલા પદાર્થોના દુરુપયોગના નુકસાન અંગે જનજાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના નાગરિકોને આ અભિયાન સાથે જોડાવા માટે સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર તમામ નાગરિકોને વિનંતી કરે છે કે તેઓ મોટી સંખ્યામાં ઓનલાઈન શપથ લેવાના કાર્યક્રમમાં અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈને નશામુક્ત સમાજના નિર્માણના આ રાષ્ટ્રીય સંકલ્પમાં સહભાગી બને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.