હીરાના કારખાના બંધ થતા વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા

(એજન્સી)જૂનાગઢ, જૂનાગઢના હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી ધીમે ધીમે પ્રસરી રહેલી મંદીની અસર આ વર્ષે વધુ ગંભીર બની છે. જૂનાગઢની હીરા ઉધોગની મંદીથી કારખાનેદારની હાલત વધુ કફોડી બની છે, રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી અને અમેરિકાએ નાખેલા ટેરિફથી હીરા ઉધોગને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે, મંદીની તીવ્રતાને કારણે અનેક કારખાનાઓ બંધ થવાની કગાર પર છે.
અગાઉ હીરાના ૨૦૦ થી ૨૫૦ જેટલા કારખાના ચાલતા હતા, તેની સામે અત્યારે માત્ર ૧૭૦ થી ૧૯૦ કારખાના જ ચાલી રહ્યા છે,” જે સ્પષ્ટપણે ઉદ્યોગની ખરાબ હાલત દર્શાવે છે. જો બજારમાં સીવીડી અને લેબ ગ્રોન હીરાનું પ્રમાણ ન હોત, તો મંદીની અસર કદાચ આનાથી પણ વધુ ગંભીર થઈ હોત.
જી.એસ.ટી.ના કારણે કોઈ મોટો ફરક પડ્યો ન હોવાનું કારખાનેદારોએ સ્વીકાર્યું હતું, રત્ન કલાકારોને માત્ર આઠથી દસ હજાર જેવું મહિને રોજગાર મળે છે જેને લઈન કલાકારો પણ અન્ય સાથે ધંધા તરફ ફંટાઈ ગયા છે, વર્તમાન પરિસ્થિતિ નિરાશાજનક હોવા છતાં દિવાળીના તહેવારો પછી ઉદ્યોગમાં સુધારો થવાની આશા કારખાનેદારોએ વ્યક્ત કરી છે, દિવાળી પછી બજાર સારું ખૂલે અને બધાયને સારી રીતના રોજીરોટી મળી રહે તેવી આશા છે.
અમેરિકાએ લાદેલા ૨૫ ટકા ટેરિફને સુરતના હીરા ઉદ્યોગોકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત ઉદ્યોગકારો કરી રહ્યા છેકે, ભારતમાંથી અમેરિકામાં ૪૦ ટકા હીરાનું એક્સપર્ટ થયા છે. જે એક્સપોર્ટ વર્ષમાં આશરે ૮ બિલિયન છે અને આખા ભારતમાં સુરતમાં ૧૦૦ માંથી ૯૫ હીરાનું મેન્યુફેક્ચરિંગ થાય છે જેથી સુરત હીરા ઉદ્યોગને ટેરિફના કારણે સીધી અસર થશે.
હવે નવા ટેરેફના નિયમો મુજબ વેપાર કરવો પડશે. આગામી થોડા દિવસો આવી જ રીતે રહેવાના છે. તેમજ હીરાનો વેપાર આગામી એકાદ બે મહિનો અટકી અટકીને ચાલવાની પણ શક્્યતાઓ છે. તેમ છતાં ટેરિફ વસૂલાત કરવામાં આવ્યા બાદ કેવા પ્રકારની પરિસ્થિતિ રહે તેના પર હાલ તો નજર રાખવામાં આવી રહી છે.