24 કલાકમાં કુલ 26 પ્રસૂતિ-ધનતેરસના શુભ દિવસે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં

ધનતેરસના દિવસે સુરતની હોસ્પિટલમાં 13 દીકરી અને 10 દિકરાનો જન્મ થયો
સુરત, સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના શુભ દિવસે ર૪ કલાકમાં ર૩ પ્રસુતાએ ર૩ બાળકોને જન્મ આપ્યો હતો તેમાંથી ૧૩ દીકરીઓ અને ૧૦ દિકરાઓ અવતર્યા હતા.
સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ૧૮મી ઓકટોબરના રોજ ધનતેરસના શુભ દિવસે એક જ દિવસમાં ર૪ કલાકમાં કુલ ર૬ પ્રસૂતિ થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના કલરવથી ગૂંજી ઉઠયું હતું. વિશેષ દિવસે અવતરેલા બાળકોમાં ૧૩ દીકરી એટલે કે લક્ષ્મી અને ૧૦ દિકરાનો જન્મ થયો હતો.
દરેક માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે. તેઓ હોસ્પિટલનું કહેવું છે. સ્ત્રીરોગ વિભાગના ડૉ.કલ્પના પટેલ, ડૉ.ભાવેશ પરમાર, ડો.ઝીલ ગજેરા તેમજ પીડીયાટ્રિશિયન વિભાગના અલ્પેશ સિંધવી, ડૉ.દિવ્યા રંગુનવાલા અને રેસિડેન્સ ડૉક્ટર્સની ટીમ ખડેપગે ઉમદા સેવા પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાયમંડ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજ સરેરાશ ૧૦૦૦ દર્દીઓ લાભ લઈ રહ્યા છે અને મહિને ૩૦૦થી ૩પ૦ પ્રસુતિ થાય છે. હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીનો ચાર્જ માત્ર રૂ.૧૮૦૦ અને દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
સિઝેરિયન ડિલિવરીમાં પણ ચર્જ માત્ર રૂ.પ૦૦૦ છે અને દીકરી જન્મે તો રૂ.૩ર૦૦ ચાર્જ લેવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રપ૦૦ દીકરીઓને ટોટલ રપ કરોડના બોન્ડ આપી દીધા છે.