Western Times News

Gujarati News

ચીની શિક્ષણવિદોએ પણ ટ્રમ્‍પની નીતિઓની ટીકા કરી: ટ્રમ્પની 155 ટકા ટેરીફની ધમકી

AI Image

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ચીનને આકરી ચેતવણી આપીઃ ૧લી નવેમ્‍બર સુધીમાં વેપાર સમજૂતી (ટ્રેડ ડીલ) નહીં કરવામાં આવે, તો ચીનને ૧૫૫% સુધીનું જંગી ટેરિફ ચૂકવવું પડી શકે છે.

વોશિગ્‍ટન ડીસી તા.૨૧: અમેરિકા અને ચીન વચ્‍ચે ચાલી રહેલું ટ્રેડ વોર ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્‍યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સોમવારે ચીનને આકરી ચેતવણી આપતા જણાવ્‍યું હતું કે જો ૧લી નવેમ્‍બર સુધીમાં વેપાર સમજૂતી (ટ્રેડ ડીલ) નહીં કરવામાં આવે, તો ચીનને ૧૫૫% સુધીનું જંગી ટેરિફ ચૂકવવું પડી શકે છે.

ચીન દ્વારા તાજેતરમાં રેર અર્થ મિનરલ્‍સ (દુર્લભ ખનીજો) ના નિકાસ પર નવા નિયંત્રણો લાદવાના નિર્ણય બાદ ટ્રમ્‍પે આ આકરું વલણ અપનાવ્‍યું છે. આ પહેલા ચીન ઉપર ૧૦૦ ટકા ટેરીફ માફ કરવાની ચીન ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઇલેક્‍ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનીજો ધરાવે છે.

અગાઉ તે સાત ખનીજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્‍ટોબરે બેઇજિગે વધુ પાંચ મિનરલ્‍સહોલ્‍મિયમ, એર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને યટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે. આ સાથે ચીન હવે ૧૭ માંથી ૧૨ દુર્લભ ખનીજો પર નિયંત્રણ ધરાવે છે. કતર્યાના કલાકોમાં જ ઉપરની જાહેરાત આવી છે. વ્‍હાઇટ હાઉસ ખાતે ઓસ્‍ટ્રેલિયન વડાપ્રધાન એન્‍થોની અલ્‍બેનીઝ સાથેની બેઠક દરમિયાન ટ્રમ્‍પે આ નિવેદન આપ્‍યું હતું.

🧨 ટ્રેડ વોરનો તાજો તબક્કો

  • અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપી છે કે જો ૧ નવેમ્બર સુધીમાં ટ્રેડ ડીલ ન થાય, તો ચીન પર ૧૫૫% સુધીનો ટેરિફ લાદી શકાય છે.
  • આ પગલું ચીન દ્વારા રેર અર્થ મિનરલ્સના નિકાસ પર નવા નિયંત્રણો લાદવા પછી લેવામાં આવ્યું છે.

🔬 રેર અર્થ મિનરલ્સ પર ચીનનું નિયંત્રણ

  • ચીન પાસે ૧૭ દુર્લભ ખનીજો છે, જે ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં ઉપયોગી છે.
  • ૯ ઓક્ટોબરે ચીને વધુ ૫ મિનરલ્સ (હોલ્મિયમ, એર્બિયમ, થુલિયમ, યુરોપિયમ, યટ્ટરબિયમ) પર નિયંત્રણ મૂક્યું, હવે કુલ ૧૨ પર નિયંત્રણ છે.
  • નિકાસ માટે હવે ચીની સરકાર પાસેથી લાઇસન્સ ફરજિયાત છે.

⚔️ બંને દેશોની સ્થિતિ

  • ટ્રમ્પે ચીનના પગલાને “પ્રતિકૂળ” ગણાવ્યું અને વધુ ટેરિફ લાદવાની ધમકી આપી.
  • ચીનનું કહેવું છે કે અમેરિકાએ જ વાતચીતનું વાતાવરણ બગાડ્યું છે.
  • ચીની પ્રોફેસરોનું માનવું છે કે ચીન દબાણ સહન નહીં કરે અને અમેરિકાએ નક્કર પગલાં લેવા પડશે.

🌍 વૈશ્વિક અસર

  • નિષ્ણાતો ચેતવણી આપે છે કે ચીનના પગલાથી અમેરિકાની સુરક્ષા અને ઉદ્યોગો પર ગંભીર અસર પડી શકે છે.
  • ચીન વૈશ્વિક રેર મિનરલ સપ્લાયનો ૭૦% અને પ્રોસેસિંગ ક્ષમતાનો ૯૦% હિસ્સો નિયંત્રિત કરે છે.

તેમણે કહ્યું, ચીન અત્‍યાર સુધી ખૂબ સન્‍માનપૂર્વક રહ્યું છે… તેઓ અમને ૫૫ ટકા સુધી ટેરિફ તરીકે મોટી રકમ આપી રહ્યા છે. આ ખૂબ મોટી રકમ છે. જોકે, જો ૧લી નવેમ્‍બર સુધીમાં કોઈ સમજૂતી ન થઈ, તો આ આંકડો ૧૫૫ ટકા સુધી જઈ શકે છે. ટ્રમ્‍પે એમ પણ ઉમેર્યું કે તેઓ ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગને મળવાની યોજના ધરાવે છે. આ સમગ્ર વિવાદનું મૂળ ચીન દ્વારા રેર અર્થ મિનરલ્‍સ પર લાદવામાં આવેલા નવા નિકાસ નિયંત્રણો છે.

ચીન ઇલેક્‍ટ્રોનિક્‍સ, ઇલેક્‍ટ્રિક વાહનો અને સંરક્ષણ ક્ષેત્રમાં વપરાતા ૧૭ જેટલા દુર્લભ ખનીજો ધરાવે છે. અગાઉ તે સાત ખનીજો પર નિયંત્રણ ધરાવતું હતું, પરંતુ ૯ ઓક્‍ટોબરે બેઇજિગે વધુ પાંચ મિનરલ્‍સહોલ્‍મિયમ, એર્બિયમ, થુલિયમ, યુરોપિયમ અને યટ્ટરબિયમને નિયંત્રણ સૂચિમાં ઉમેરી દીધા છે.

ચીની શિક્ષણવિદોએ પણ ટ્રમ્‍પની નીતિઓની ટીકા કરી છે. રેન્‍મિન યુનિવર્સિટીના પ્રોફેસર જિન કેનરોંગે કહ્યું કે, અમેરિકાએ પહેલા ચીન પર હુમલો કર્યો અને હવે પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ફુદાન યુનિવર્સિટીના પ્રોફેસર વુ ઝિન્‍બોએ જણાવ્‍યું કે ચીનની આ પ્રતિક્રિયા અમેરિકા દ્વારા ચિપ્‍સ અને ટેક્રોલોજી પર લાદવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં છે.

તેમણે સ્‍પષ્ટ કર્યું કે ચીન દબાણ સહન કરશે નહીં અને ટ્રમ્‍પ સાથેની ભાવિ બેઠક માટે અમેરિકાએ નક્કર પગલાં લેવા પડશે. ચીન તરફથી સ્‍પષ્ટ સંદેશ આપવામાં આવ્‍યો છે કે, આ વખતે અમેરિકા વધુ મુશ્‍કેલીમાં છે. અમારો સંદેશ સ્‍પષ્ટ છેઃ અમેરિકાએ ચીન સાથે હળીમળીને કામ કરવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.