ભારતનું એક શ્રાપિત ગામઃ જેમાં વર્ષોથી દિવાળી નથી ઉજવાતી
ઉત્સવની ઉજવણીનો પ્રયાસ પણ કરાય અને કોઈ દીવાળીની ઉજવણીનો પ્રયાસ પણ કરે છે. તો તે ગામમાં હોનારત અથવા અકાળ મૃત્યુ થઈ જાય છે. જેના ડરથી લોકો દીગવાળીની ઉજવણીની હિંમત નથી કરતા.
(એજન્સી)નવીદિલ્હી, ભારતમાં દીપાવલીના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવો ન્ તહેવાર છે જેનો લોકો આતુરતાથી રાહ જોતા હોય છે અને તે હર્ષોલ્લાસથી ઉજવાય છે. તમામ સ્થળોએ ફટાકડાની ગુંજ અને દીવાઓની રોશની સંભળાય અને દેખાય છે.
સજાવટથી ધરો અને બજારોમાં અનોખા અનુભવની લાગણી અનુભવાય છે. જોકે હિમાચલ પ્રદેશના હમીરપુર જીલ્લાનું આ ગામ છેલ્લા અનેક દાયકાથી દીપાવલીના તહેવાર ઉજવાતો નથી. આ ગામને આજે પણ લોકો શાપીત ગામ તરીકે ઓળખે છે.
જોકે જાણવાની વાત એ છેક જીલ્લા વડામથકની આશરે રપ કિલોમીટર દુર સ્થિતી સમ્મુ ગામના લોકો દીવાળીના દીવસે ઘરે ભોજનની સારી વાનગી પણ નથી બનાવતાં. ઘરોમાં કોઈ સજાવટ પણ નથી કરતા. એટલું જ નહી.
ઉત્સવની ઉજવણીનો પ્રયાસ પણ કરાતો કોઈ દીવાળીની ઉજવણીનો પ્રયાસ પણ કરે છે. તો તે ગામમાં હોનારત અથવા અકાળ મૃત્યુ થઈ જાય છે. જેના ડરથી લોકો દીગવાળીની ઉજવણીની હિંમત નથી કરતા.
ગામના વૃદ્ધોનું કહેવું છેકે આ શ્રાપ સેકડો વર્ષો જુનો છે. કહેવાય છેકે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન દીપાવલીના દિવસે ગામની એક મહીલા પોતાના પીયર જવા નીકળી હતી. એ સમયે તેના પતીનું મૃત્યુ થઈ જાય છે. સેનામાં નોકરી કરતા પતીને મૃતદેહ લઈને ગામના લોકો પાછા આવે છે અને તે દેશ્ય ગર્ભવતી મહીલા સહન કરી શકતી નથી. તે પણ પોતાના પતીના મૃતદેહની સાથે સતી થઈ જાય છે.
એ પછી ગામનાં લોકોએ દીવાળીની ઉજવણી કરી નથી. ગામના એક રહેવાસીનું કહેવું છેકે એવું નથી કે કોઈએ કે પછી દીવાળીની ઉજવણીનો કોઈ પ્રયાસ કર્યો નથી. જે કોઈ પણ આવું કરે છે. તો કોઈના કોઈનું મોત થઈ જાય છે. અથવા કોઈ અનિચ્છીત ઘટના થઈ જાય છે. તેમણે એવું પણ કહયું કે પુજા-પાઠ કરીને શ્રાપમાંથી મુકિત મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેની કોઈ અસર થઈ નથી.
