Western Times News

Gujarati News

સરકારના જાહેરનામાની એસીતેસી કરી લોકોએ મધરાત સુધી ફટાકડા ફોડ્‌યા

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં દીપાવલી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી પરંતુ આ ઉજવણીમાં નીતિ નિયમ ની એસીતેસી કરી દેવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા હતા ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રાત્રિના આઠથી દસ દરમિયાન ફટાકડા ફોડવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

પરંતુ આ જાહેરનામાનો લગભગ ક્યાંય અમલ થતો જોવા મળ્યો નહોતો તહેવારમાં ઉત્સવ અને ઉજવણી મહત્વનો ભાગ ભજવે છે પરંતુ રાત્રિના બે થી ત્રણ વાગ્યા સુધી ફટાકડા ફોડવા કેટલા અંશે વ્યાજબી છે અને એ પણ ધૂમ ધડાકા વાળા ફટાકડા ફોડીને જે લોકો આરામ ફરમાવી રહ્યા હોય કે ઊંઘમાં હોય તે લોકોની ઊંઘને ડિસ્ટર્બ કરવી અને તહેવારની ઉજવણી કરવી એ એ ખરેખર ચિંતાજનક છે

દિવાળીના પર્વમાં ફટાકડા ફોડવામાં પણ સંયમ જરૂરી છે દેખાદેખી માં વ્યાપક પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય તેવું પ્રતિપાદિત થતું હતું નોઈસ પોલ્યુશન અને હવામાં વાયુ પ્રદુષણ પાછલા બે ત્રણ દિવસમાં અમદાવાદમાં ખૂબ જ ચિંતાજનક હદે વધ્યું છે દિલ્હીમાં પણ આ જ પ્રકારની હાલત છે જો ભવિષ્યની પેઢીને શુદ્ધ હવા આપવી હશે

તો આ પ્રકારની પરિસ્થિતિથી થોડુંક અંતર જાળવવું પડશે બેફામ ફટાકડા ફોડીને કોઈપણ પ્રકારે આપણે પર્યાવરણને મદદ કરતા નથી ઊલટાનું નુકસાન કરી રહ્યા છે બીજી તરફ નાના બાળકો અને વૃદ્ધો તથા શારીરિક તકલીફ ભોગવતા લોકોનું પણ ધ્યાન રાખવાની સૌ કોઈની સામાજિક જવાબદારી છે

સરકાર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય ત્યારે ભલે ૧૨ઃ૦૦ વાગ્યા સુધી ફટાકડા ફોડો પરંતુ રાત્રિના એટલે કે મધ્યરાત્રી સુધી ફટાકડા ફોડવા કેટલું વ્યાજબી છે તે પણ સૌવે વિચારવું પડશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.