અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવરે અનેક કારોને મારી ટક્કર , ૩ ના મોત
અકસ્માતમાં ૩ ના મોત નિપજ્યાં
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ૨૧ વર્ષીય ભારતીય યુવાન જસનપ્રીત સિંહને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો
વાશિગ્ટન, અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ૨૧ વર્ષીય ભારતીય યુવાન જસનપ્રીત સિંહને આ અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે દારૂના નશામાં ટ્રક ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.સાન બર્નાર્ડિનો કાઉન્ટી ફ્રીવે પર આ અકસ્માત થયો જ્યારે જસનપ્રીત સિંહનો સેમી-ટ્રક ધીમી ગતિએ ચાલતા વાહનો સાથે અથડાઈ ગયો.
ટ્રકના ડેશકેમે અકસ્માત કેદ કર્યાે હતો, જેમાં ટ્રક એક SUV સાથે અથડાઈ રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જસનપ્રીત બ્રેક મારતો ન હતો અને ડ્રગ્સના નશામાં વાહન ચલાવી રહ્યો હતો. કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ ઓફિસર રોડ્રિગો જીમેનેઝે જણાવ્યું હતું કે, “તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, અને તબીબી તપાસમાં પુષ્ટિ મળી છે કે તે નશામાં હતો.”યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ પુષ્ટિ આપી છે કે જસનપ્રીત સિંહ પાસે યુએસમાં માન્ય ઇમિગ્રેશન સ્ટેટસ નથી.
તે ૨૦૨૨ માં દક્ષિણ સરહદ પાર કરીને યુએસમાં પ્રવેશ્યો હોવાનું કહેવાય છે અને “અટકાયતના વિકલ્પો” નીતિ હેઠળ તેને દેશમાં છોડી મૂકવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ, યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ એ તેની સામે ઇમિગ્રેશન ડિટેનર જારી કર્યું છે.આ ઘટના પહેલી નથી. ઓગસ્ટ ૨૦૨૪ માં, હરજિંદર સિંહ નામના અન્ય એક ભારતીય ઇમિગ્રન્ટે ફ્લોરિડાના ફોર્ટ પિયર્સમાં ટ્રક અકસ્માત સર્જ્યાે હતો, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. તે ૨૦૧૮ માં પણ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યો હતો અને બાદમાં કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું હતું.ss1
