કમ્પાલા-ગુલુ હાઇવે પર બસ અને લારી વચ્ચેની ટક્કરમાં ૬૩ લોકોના કરુણ મોત
Wreckage of public transport buses involved in a head-on collision is parked at a police station near the scene of the deadly crash on the Kampala-Gulu highway in Kiryandongo district, near Gulu, northern Uganda, October 22, 2025. REUTERS/Stringer
યુગાન્ડામાં ભયાનક માર્ગ અકસ્માત
પોલીસ અને કટોકટીની ટીમો દ્વારા તાત્કાલીક બચાવ કામગીરી શરૂ કરાઈ અને ઘાયલોને કિરિયાન્ડોંગેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી
યુગાન્ડા, યુગાન્ડાના કમ્પાલા-ગુલુ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં ઓછા ૬૩ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. યુગાન્ડાની રાજધાની કમ્પાલાને ગુલુ શહેર સાથે જોડતા આ હાઇવે પર, એક બસ ડ્રાઇવરે વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તે વિરુદ્ધ દિશામાંથી આવતી લારી સાથે સામસામે અથડાઈ હતી. આ પ્રારંભિક ટક્કર બાદ પાછળથી આવતા અન્ય વાહનો પણ અથડાયા હતા, જેના કારણે હાઇવે પર અરાજકતા સર્જા હતી અને જાનમાલનું ભારે નુકસાન થયું હતું.
પોલીસ અને કટોકટીની ટીમોએ બચાવ કામગીરી શરૂ કરી ઘાયલોને કિરિયાન્ડોંગેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી.યુગાન્ડામાં બુધવારની સવાર એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર લઈને આવી. આ દુઃખદ માર્ગ અકસ્માત યુગાન્ડાની રાજધાની કમ્પાલાથી ઉત્તરમાં આવેલા ગુલુ શહેરને જોડતા કમ્પાલા-ગુલુ હાઇવે પર થયો હતો. આ ભયાનક અકસ્માતમાં બે બસ સહિત કુલ ચાર વાહનો સામેલ હતા.યુગાન્ડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતનું મુખ્ય કારણ બસ ડ્રાઇવરની ભૂલ હતી.
કમ્પાલા-ગુલુ હાઇવે પર એક બસ ડ્રાઇવરે અન્ય એક વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યાે હતો, જેના પરિણામે બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક લારી સાથે સામસામે અથડાઈ ગઈ હતી. અચાનક થયેલી આ જોરદાર ટક્કર બાદ, પાછળથી આવતા અનેક વાહનો પણ એકબીજા સાથે અથડાયા, જેના કારણે હાઇવે પર અંધાધૂંધી અને ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જા હતી. ઘટનાસ્થળે જ ઓછામાં ઓછા ૬૩ લોકોના મોત થયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
આ ઘટનાએ યુગાન્ડાના ઘણા ભાગોમાં શોકનો માહોલ છવાઈ દીધો છે.કમ્પાલા પોલીસના પ્રવક્તાએ માહિતી આપી કે અકસ્માતની જાણ થતાં જ બચાવ અને રાહત ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલી દેવામાં આવી હતી. આ ભયાનક અને દુઃખદ અકસ્માત બાદ કમ્પાલા-ગુલુ હાઇવેને હાલમાં અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી રાહત અને તપાસની કામગીરી સરળતાથી ચાલી શકે.ss1
