સન્ની દેઓલે નવી ફિલ્મ ‘ગબરુ’ની જાહેરાત કરી
૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે
આ પહેલાં સન્ની દેઓલ ગોપીચંદ માલીનેનીની ફિલ્મ ‘જાટ’માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે રણદીપ હૂડા પણ હતો
મુંબઈ, એક તરફ સન્ની દેઓલની ‘બોર્ડર ૨’ની રાહ જોવાઇ રહી છે, ત્યારે પોતાના ૬૮મા જન્મ દિવસે વધુ એક નવી ફિલ્મની જાહેરાત કરી છે, ‘ગબરુ’. આ ફિલ્મ શશાંક ઉદાપુરકરે લખી અને ડિરેક્ટ કરી છે. તેમજ ૧૩ માર્ચ ૨૦૨૬ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. સન્ની દેઓલે ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને ફૅન્સને આ સમાચાર આપ્યા હતા. તેણે આ ફિલ્મની સ્ટોરીને ‘હિંમત, અંતરાત્મા અને કરુણાની ફિલ્મ’ ગણાવી હતી.
આ ફિલ્મ ઓમ છાંગાણી અને વિશાલ રાણા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. જોકે, આ ફિલ્મ અંગે અન્ય કોઈ પણ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. ફિલ્મનું સંગીત મીથૂન દ્વારા તેમજ લિરિક્સ સઇદ કાદરી દ્વારા લખાયા છે. આ મોશન પિક્ચરમાં સન્નીની કેટલીક તસવીરો છે, જેમાંથી એકમાં તે ઘાયલ છોકરીને હાથમાં ઉઠાવીને ચાલતો દેખાય છે.
તેની ટૅગલાઇનમાં લખાયું છે, ‘તમે જે બતાવો છો એ શક્તિ નથી, તમે જે કરો એ શક્તિ છે.’જ્યારે સન્ની દેઓલે તેની કૅપ્શનમાં લખ્યું હતું,‘તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર, જે લોકો રાહ જોતા હતા, એમના માટે કશુંક રજૂ કરી રહ્યા છીએ..ગબરુ ૧૩ માર્ચે સિનેમાઘરોમાં..હિંમત, અંતરાત્મા અને કરુણાની ફિલ્મ. મારા દિલથી દુનિયા સુધી!’આ પહેલાં સન્ની દેઓલ ગોપીચંદ માલીનેનીની ફિલ્મ ‘જાટ’માં જોવા મળ્યો હતો, જેમાં તેની સાથે રણદીપ હૂડા પણ હતો. આ સિવાય સન્ની દેઓલની ‘બોર્ડર ૨’તો આવી રહી છે.ss1
