અમે ત્રણ એક ફિલ્મમાં હોઇએ એ જ એક સપનું છે : શાહરુખ
આમિર, શાહરુખ અને સલમાન ખાને એક મંચ પરથી ઐતિહાસિક મજા કરાવી
“સલમાન ભાઈ અરેબિક શીખી રહ્યા છે. હું ડાન્સ શીખું છું અને આમિર હવે એક ગીત માટેનું ઓડિશન આપવાનો છે”
મુંબઈ, શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાઉદી અરેબિયાના રિઆદમાં યોજાયેલા જોય ફોરમ ૨૦૨૫ના કાર્યક્રમમાં એકસાથે હાજર રહ્યા હતા. તેમણે એકબીજાના વખાણ કર્યા, એકબીજાને સપોર્ટ કર્યાે અને ઓડિયન્સને એવી મજા કરાવી કે લોકો માટે આ કાર્યક્રમ ઐતિહાસિક બની ગયો હતો.આ કાર્યક્રમમાં શાહરુખ ખાને કહ્યું, “સલમાન ભાઈ અરેબિક શીખી રહ્યા છે. હું ડાન્સ શીખું છું અને આમિર હવે એક ગીત માટેનું ઓડિશન આપવાનો છે.”
આગળ શાહરુખે મજાક કરતા કહ્યું, “મારો પ્રશ્ન એ છે કે એ લોકો બુદ્ધિગમ્ય પ્રશ્નો પૂછ્યા કરશે અને અમારી પાસે જવાબો ખૂટી પડશે. અમારું કામ મનોરંજન આપવાનું છે, અમારે મનોરંજન જોઈએ. અમે ભલે બહુ બુદ્ધિશાળી દેખાતા હોઇશું પણ અમે મનમાં તો હવે કેવા મોટા શબ્દો બોલવા એ વિચારી રહ્યાં હોઈશું.”આગળ શાહરુખે કહ્યું, “તો એમે આણિરને કહીશું કે અમને બચાવી લે. એ હવે શીખી રહ્યો છે. અમે બધાં બહુ જ ખુશ છીએ કે એણે ગાવાનું શરૂ કરી દીધું છે. હવે એ થોડું ગાઈને સંભળાવશે.
સૌથી વધુ જોરથી તાલીઓ પડવી જોઈએ. એ ગાશે ત્યારે હું અને સલમાન સૌથી જોરથી તાલીઓ પાડીશું.”આ વાતથી છોભિલા પડી ગયેલા આમિરે કબૂલ્યું, “મને ગાવું ગમે છે. મને ખબર નથી, બાકીના લોકોને મારું ગાયેલું કેટલું ગમે છે. પણ મને મજા પડે છે. આપણે ત્રણેય ગાઈએ તો કેવું?” તો શાહરુખે કહ્યું, “અમે લોકો તારી પાછળ ડાન્સ કરીશું, જેવું આપણે હિન્દી ફિલ્મોમાં કરીએ છીએ. હું અને સલમાન પાછળ ઉભા રહીશું અને અમે થોડો ડાન્સ કરીશું.” ત્યારે આમિર હસી પડ્યો હતો અને કહ્યું, “શું મસ્તી કરે છે..”
પછી આમિરે ૧૯૬૮ની ફિલ્મ અનોખી રાતમાંથી ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં ગાયું હતું અને સલમાન અને શાહરુખે તેની પાછળ ઉભા રહીને થોડો ડાન્સ કર્યાે હતો.ત્યાર પછી આમિરે કહ્યું કે સલમાન પણ ગાય છે, ત્યારે જવાબમાં સલમાને કહ્યું, “હું માત્ર સ્ટુડિયોમાં જ ગાઉં છું અને એના પછી ટેન્કિશિયન્સ મારો અવાજ સરખો કરવામાં બે મહિના મહેનત કરે છે. તો મને નથી લાગતું મારો ગાવાનો વિચાર યોગ્ય છે.”આ કાર્યક્રમનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આમિર શાહરુખના વખાણ કરતા કહે છે, “હું ફિલ્મી પરિવારમાંથી આવું છું, સલમાન પણ ફિલ્મી પરિવારમાંથી આવે છે.
પરંતુ આ માણસ શાહરુખ, દિલ્હીથી આવ્યો અને તેણે જાતે મહેનત કરીને પોતાનું સ્થાન બનાવ્યું.” આ વાતમાં આમિરને અટકાવતા શાહરુખે કહ્યું, “હું પણ ફિલ્મી પરિવારમાંથી આવું છું, સલમાન અને આમિરનો પરિવાર.” ત્યારે સલમાને મજાક કરી હતી કે “તમને હવે ખબર પડી એ સુપરસ્ટાર કઈ રીતે બન્યો.”અંતે શાહરુખને એના ડ્રીમ પ્રોજેક્ટ વિશે પૂછાતા તેણે કહ્યું હતું, “હું થોડો દેખાડો કરી લઉં, આ મંચ પર હું ઘણો વિનમ્ર રહ્યો છું. મેં ઘણું સારું વર્તન કર્યું છે. પણ હું કહીશ કે, જેમાં અમે ત્રણેય સાથે હોય એ જ એક સપનું છે.”ss1
