સલમાન સાથે સાજિદ નડિયાદવાલા ‘તેરે નામ ૨’ ફિલ્મ નહીં બનાવે
તેરેનામ એક પ્રેમની કાલાતિત ફિલ્મ છે
તેરે નામ એ સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની ૨૦૦૫માં આવેલી ફિલ્મ છે, લાંબા સમયથી આ ફિલ્મની સિક્વલ અંગે ચર્ચાઓ ચાલતી હતી
મુંબઈ, દિવાળી આસપાસ એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે સાજિદ નડિયાદવાલા સલમાન ખાન સાથે ‘તેરે નામ ૨’ બનાવવા માગે છે અને તે ફિલ્મને પ્રોડ્યુસ કરવાના અધિકારો મેળવવાની કોશિશમાં છે. પરંતુ હવે કેટલાક વિશ્વસનીય સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સાજિદ નડિયાદવાલા આવી કોઈ ફિલ્મ સાથે સંકળાયેલા નથી.
સુત્રએ જણાવ્યું, “સાજિદ તેની પોતાની ળેન્ચાઇઝી ઉભી કરવામાં માને છે અને તેને બીજા કોઈ પ્રોડ્યુસર્સ પાસેથી કોઈ ફિલ્મના અધિકારો મેળવવામાં કોઈ રસ નથી. તેઓ સલમાન ખાન કે બીજા કોઈ પણ કલાકાર સાથે હાલ તો તેરે નામ ૨ નથી બનાવી રહ્યા.”તેરે નામ એ સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની ૨૦૦૫માં આવેલી ફિલ્મ છે, લાંબા સમયથી આ ફિલ્મની સિક્વલ અંગે ચર્ચાઓ ચાલતી હતી. સુત્રના જણાવ્યા અનુસા, “સ્ક્રિપ્ટ વિના સિક્વલ કઇ રીતે બની શકે. સાજિદ નડિયાદવાલા સાથે બીજો ભાગ બનાવવાનો વિચાર જ બેતૂકો છે.
સાજિદે લોકોને એમજ ઉદાહરણ તરીકે કહેલું કે તેના દિકરાને લોંચ કરવાની શશાંક ખૈતાન સાથેની ફિલ્મ તેરે નામ જેટલી જ તીવ્ર હશે. કોઈએ તેમના શબ્દોને મારી મચડીને, મસાલા ભભરાવીને , લોકોએ જ તેરે નામ ૨ જાહેર કરી દીધી.”આગળ સુત્રએ એમ પણ કહ્યું કે તેરેનામ એક પ્રેમની કાલાતિત ફિલ્મ છે, એને અડાય જ નહીં. “એ તેના મિત્ર સલમાન સાથે બિલકુલ એક નવી ફિલ્મ બનાવશે, તેમની બંનેની વચ્ચે કોઈ તકલીફ પણ નથી. તે કિક ૨ કે બીજું કંઈ બનાવી શકે, પરંતુ તેઓ સાથે મળીને તેરે નામ આસપાસ કશું જ કરી રહ્યા નખી.”હાલ સાજિદનું બધું ધ્યાન વિશાલ ભારદ્વાજની ઓ રોમિયો અને તેના દિકરાના ડેબ્યુ પર છે.ss1
