Western Times News

Gujarati News

વડોદરામાં ભૂવો પડતાં લોકોએ નારિયેળ વધેરીને મહાપાલિકાનો અનોખો વિરોધ કર્યો               

વડોદરામાં વગર વરસાદે માર્ગ પર ૧૦ ફૂટનો ભૂવો પડયોઃ 

વડોદરા તા.૨૪ઃ વડોદરાના સતત ધમધમતા અકોટા-મુજમહુડા માર્ગ પર ફરી એક વખત ૧૦ ફૂટનો વિશાળ ભૂવો પડવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, વડોદરાના વોર્ડ નંબર ૧૨માં આવતા અકોટા-મુજમહુડા માર્ગ પર આ ભૂવો પડ્‌યો હતો.

અંદાજે ૧૦ ફૂટ પહોળાઈ અને ૫ ફૂટ ઊંડાઈ આ ભૂવાના કારણે વાહનવ્યવહાર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ભૂવાના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે નુકશાની થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. કોર્પોરેશનના અધિકારીઓએ ભૂવાની આસપાસ તાત્કાલિક બેરિકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દીધો છે.

જોકે, આ ભૂવાના કારણે સ્થાનિકોમાં રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોએ નારિયેળ વધેરીને મહાપાલિકાનો અનોખો વિરોધ કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આ ભૂવાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. સ્થાનિક સામાજિક

કાર્યકર્તાઓએ ગુણવત્તા નિયંત્રણ અને લેન્સ કટરોની મિલીભગતને આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમણે ભૂવાના સમારકામની માંગ પણ કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.