Western Times News

Gujarati News

ઈન્સ્ટાગ્રામ પર પ્રેમી સાથે વાતો કરતી યુવતીની હત્યા માતા અને ભાઈએ કરી

AI Image

દયાબેને પુત્રીને ભોળાવીને ઝાડી ઝાંખરામાં ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી. સમગ્ર ઘટનાના બીજા દિવસે ચેકડેમ પાસેથી યુવતીની લાશ મળી આવતા પિતા હિંમતભાઈએ પોલીસને જાણ કરી હતી.

ભાવનગર તા.૨૪ઃ ભાવનગરના ધોષા તાલુકામાં ઓનર કિલિંગની ઘટના પ્રકાશમાં આવી હતી. એક માતાએ પુત્ર સાથે મળીને પોતાની પુત્રીને જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઈન્સ્ટાગ્રામમાં પ્રેમી સાથે વાત કરતી હોવાથી માતા-ભાઈએ તેની હત્યા કરી હતી.

આ મામલે મૃતકના પિતાને જાણ થતાં આરોપી પુત્રી અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિગત મુજબ, ભાવનગરના ધોષા તાલુકાના ભીકડા ગામમાં પુત્રીની હત્યા મામલે ૫૫ વર્ષીય પિતા હિંમત સરવૈયાએ પોતાના પુત્ર પ્રકાશ અને પત્ની દયાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, મૃતક યુવતી ઇન્સ્ટાગ્રામમાં શહેરના એક યુવક સાથે વાત કરતી હોવાની જાણ દયાબેન અને પ્રકાશને થઈ હતી. આ પછી તેમણે યુવતીને પ્રેમી સાથે સંબંધ ન રાખવા જણાવ્યું હતું. જોકે, યુવતી બીજા દિવસે પ્રેમી સાથે લગ્નની જીદ કરતી હતી.

આથી ૧૮ ઓક્ટોબરના રોજ દયાબેને પુત્રીને ભોળાવીને ઝાડી ઝાંખરામાં ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને ચેકડેમમાં ફેંકી દીધી હતી. સમગ્ર ઘટનાના બીજા દિવસે ચેકડેમ પાસેથી યુવતીની લાશ મળી આવતા પિતા હિંમતભાઈએ પોલીસને જાણ કરી હતી.

દીકરીના અંતિમ વિધિ પૂર્ણ થયાં બાદ પોલીસ પૂછપરછમાં માતા-પુત્રએ હત્યાની ઝીણી-ઝીણી હકીકત જણાવી હતી. પોલીસે બંને માતા-પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ  ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.