ડિપ્લોમા આર્કિટેકચરના વિદ્યાર્થીઓને હવે ડિગ્રીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ
અમદાવાદ, તા.૨૪ઃ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ઉચ્ચ શિક્ષણમાં આમ તો પાંચ વર્ષથી થઈ ગયો છે પરંતુ ભારત સરકારની આ ટીચર કાઉન્સિલ દ્વારા ટેકનિકલ કોર્સ એવા ધો.૧૦ પછી ડિપ્લોમા આર્કિટેકચરના અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ડિગ્રી આર્કિટેકચરમાં પણ લાગુ કરવાની હવે તૈયારી કરી દેવાઈ છે.
તાજેતરમાં કાઉન્સિલ ઓફ આર્કિટેકચરનો અભ્યાસ પાંચ વર્ષનો છે. હવે ધો.૧૦ પછી ડિપ્લોમા આર્કિટેક્ચર એટલે કે ત્રણ વર્ષનો અભ્યાસ અને પછી ડિગ્રી આર્કિટેક્ચર એટલે કે બે વર્ષને બદલે સીધો બીજા વર્ષમાં પ્રવેશ આપવા માટેનો નિર્ણય કરાયો છે.
જેથી આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્લસ ડિગ્રીમાં અભ્યાસ સાથે કુલ ૮ વર્ષનો અભ્યાસ કરવો પડે, જેથી આર્કિટેક્ચર પાસ વિદ્યાર્થીઓને ડિગ્રીમાં (ડિપ્લોમા ટુ ડિગ્રી) પ્રવેશ પદ્ધતિ હેઠળ ડિગ્રીના બીજા વર્ષમાં સીધો પ્રવેશ આપવામાં આવે છે.
આ ઉપરાંત અન્ય બ્રાંચના ત્રણ વર્ષના ડિપ્લોમાના અભ્યાસ બાદ આર્કિટેક્ચરમાં એન્ટ્રી અને પાંચ વર્ષના ડિગ્રીમાં અભ્યાસ સાથે કુલ ૮ વર્ષનો અભ્યાસ કરવો પડે છે. આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને મલ્ટીપલ એન્ટ્રી-એક્ઝિટનો પણ અમલ કરવાની વિચારણા કરાઈ છે.
