Western Times News

Gujarati News

ક્રિપ્ટો કરન્સી હવે સંપત્તિ ગણાશે મદ્રાસ હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી. પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે. અથવા ટ્રસ્ટમાં મુકી શકે છે. આ નિર્ણય એક ક્રિપ્ટો રોકાણકારની અરજી પર સંભળાવવામાં આવ્યો હતો.

(એજન્સી)ચેન્નાઈ, મદ્રાસ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી ભારતીય કાયદા હેઠળ સંપત્તિ ગણાશે. તે લીગલ ટેન્ડર ન હોવા છતાં તેમાં સંપત્તિના તમામ ગુણ ઉપલબ્ધ છે. જસ્ટિસ આનંદ વેંકટેશે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી ભૌતિક સંપત્તિ કે કરન્સી નથી. પરંતુ તે એક એવી સંપત્તિ છે, જેને વ્યક્તિ પોતાની પાસે રાખી શકે છે. અથવા ટ્રસ્ટમાં મુકી શકે છે. આ નિર્ણય એક ક્રિપ્ટો રોકાણકારની અરજી પર સંભળાવવામાં આવ્યો હતો.

એક રોકાણકારનું એક્સઆરપી હોÂલ્ડંગ્સ વજીરએક્સ પ્લેટફોર્મ પર સાયબર અટેક બાદ ફ્રીઝ કરવામાં આવ્યું હતું, તેના લીધે રોકાણકારે નુકસાનની ભરપાઈ માટે કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતાં મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસે ક્રિપ્ટો કરન્સીને સંપત્તિ તરીકે માન્યતા આપી છે.

અરજદારે જાન્યુઆરી, ૨૦૨૪માં વજીરએક્સ પર રૂ. ૧,૯૮,૫૧૬ના રોકાણ પર ૩૫૩૨.૩૦ એક્સઆરપી કોઈન ખરીદ્યા હતા. જુલાઈ, ૨૦૨૪માં પ્લેટફોર્મ પર સાયબર અટેક થયો, જેમાં ઈથેરિયમ અને ઈઆરસી-૨૦ની ચોરી થઈ હતી. વજીરએક્સને તેમાં આશરે ૨૩૦ મિલિયન ડોલરનું નુકસાન થયુ હોવાનો દાવો કર્યો હતો.

ત્યારબાદ તમામ યુઝર એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યા હતા. જેથી અરજદાર પોતાના એક્સઆરપી કોઈનમાં કોઈ વ્યવહાર કરી શક્્યો નહીં. તેણે પોતાના નુકસાનના વળતરની અપીલ કરતાં દલીલ કરી હતી કે, મારા એક્સઆરપી કોઈન ચોરી થયેલા ટોકન કરતાં અલગ હોવા છતાં વજીરએક્સે તેને ટ્રસ્ટ કસ્ટોડિયન સ્વરૂપે પોતાની પાસે સંભાળી રાખ્યા હતાં. કંપનીએ મારા કોઈનનો ઉપયોગ કરવા દીધો નથી.

વજીરએક્સની ભારતીય ઓપરેટર કંપની ઝન્માઈ લેબ્સે આ અંગે સ્પષ્ટતા આપી હતી કે, તેની માલિકીનો વાસ્તવિક અધિકાર સિંગાપોરની ઝેટ્ટાઈ પાસે છે. તેણે હેકિંગ બાદ પુનર્ગઠનની પ્રક્રિયા શરૂ કરી છે. સિંગાપોર હાઈકોર્ટ દ્વારા મંજૂર યોજના હેઠળ તમામ યુઝર્સને નુકસાન પ્રો-રાટાના આધાર પર ફાળવવામાં આવશે.

જો કે, હાઈકોર્ટે કહ્યું કે, ભારતીય રોકાણકારે ભારતમાંથી ટ્રાન્ઝેક્શન કર્યા છે, જેથી તે મદ્રાસ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં છે. જસ્ટિસ વેંકટેશે પોતાના ૫૪ પાનાંના ચુકાદામાં વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સીને કેવી રીતે સંપત્તિ તરીકે ગણી શકાય. કોર્ટે જણાવ્યું હતું કે બ્લોકચેન પરના આ ડિજિટલ ટોકન્સ ઓળખી શકાય તેવા, ટ્રાન્સફર કરી શકાય તેવા અને ખાનગી ચાવીઓ દ્વારા નિયંત્રિત કરી શકાય તેવા છે, જે સંપત્તિના તમામ ગુણધર્મો ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.